Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

એક મોબાઇલમાં બે સીમ કાર્ડનો ઉપયોગ કરતા હોવ અને તેમાં એક સીમ કાર્ડ ડીએક્ટિવ મોડમાં હોય તો હવે તમારે આપવો પડી શકે છે ચાર્જ

  • June 14, 2024 

તમે એક જ મોબાઇલમાં બે સીમ કાર્ડનો ઉપયોગ કરતા હોવ અને તેમાં એક સીમ કાર્ડ ડીએક્ટિવ મોડમાં હોય તો હવે તમારે ચાર્જ આપવો પડી શકે છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) ટૂંક સમયમાં મોબાઈલ નંબરોનો દુરુપયોગ રોકવા માટે આ નિર્ણય લે તેવી શક્યતા છે. આ ઉપરાંત ટ્રાઈ મોબાઇલ ઓપરેટર પાસેથી પણ મોબાઇલ ફોન કે લેન્ડલાઇન નંબર માટે ચાર્જ લેવાનું આયોજન કરી રહી છે. આ સંજોગોમાં મોબાઇલ ઓપરેટર આ ચાર્જ યુઝર્સ પાસેથી વસૂલી શકે છે. ટ્રાઇનું માનવું છે કે, મોબાઇલ ઓપરેટર યુઝર બેઝ ઓછો ના દેખાય તે માટેલાંબા સમયથી કાર્યરત ના હોય તેવા સીમકાર્ડને પણ બંધ કરતાં નથી. આથી હવે ટ્રાઈ એક જ મોબાઈલ ફોનમાં બે સીમ કાર્ડના ઉપયોગ પર દંડ કરવાની તૈયારી કરી રહી છે. મીડિયા રિપોર્ટ મુજબ ટ્રાઈ ટૂંક સમયમાં જ સીમ કાર્ડના ઉપયોગ અંગેના નિયમોમાં ફેરફાર કરી શકે છે.


ટ્રાઈનું માનવું છે કે, કોઈપણ જરૂરિયાત વિના કોઈ મોબાઈલ ફોનમાં બે કાર્ડનો ઉપયોગ થતો હોય તો તેવા વપરાશકાર પાસેથી ચાર્જ વસૂલવો જોઈએ. આ ચાર્જ માસિક અથવા વાર્ષિક હોઈ શકે છે. વધુમાં એક કરતાં વધુ નંબર પર ચાર્જ લાગતા વપરાશકારો માત્ર એક જ સીમ કાર્ડ રાખી શકે છે, જેથી મોબાઈલ નંબરોની અછતની સમસ્યા પણ દૂર થઈ શકે છે. સામાન્ય રીતે નિયમો મુજબ એક સીમકાર્ડ લાંબા સમય સુધી ઉપયોગ વિના પડયું રહ્યું હોય તો તેને કંપની દ્વારા બ્લેકલિસ્ટ કરવું જોઈએ. પરંતુ કંપનીઓ તેમનો ડેટા બેઝ વધુ દેખાય તેવા આશયથી ઉપયોગ વિના પડી રહેલું સીમકાર્ડ બંધ કરતી નથી. આ સંજોગોમાં ટ્રાઈએ મોબાઇલ ઓપરેટરને દંડ કરવાની જોગવાઈનું આયોજન કર્યુ છે.


ટ્રાઈ દ્વારા મોબાઇલ ઓપરેટરને કરવામાં આવતો આ દંડ કંપની નિષ્ક્રીય સીમકાર્ડ ધરાવતા ગ્રાહકો પાસેથી વસૂલ કરી શકે છે. હાલમાં દેશ મોબાઇલ નંબરની અછતની સમસ્યાનો સામનો કરી રહ્યું છે. આ અંગે માનવામાં આવે છે કે મોટાભાગના યુઝસ સ્માર્ટફોનમાં બે સીમકાર્ડનો ઉપયોગ કરે છે. તેમા એક એક્ટિવ મોડમાં હોય છે અને બીજાનો ઉપયોગ એકદમ મર્યાદિત હોય છે. આ ઉપરાંત કેટલાક યુઝર્સ એક કરતાં વધારે મોબાઇલ સીમકાર્ડનો ઉપયોગ કરે છે. આ સંજોગોમા એક કરતાં વધુ મોબાઇલ નંબર પર ચાર્જ વસૂલવાનું આયોજન થઈ રહ્યું છે.


ટ્રાઇના આંકડા મુજબ હાલ લગભગ 22 કરોડ નંબર બ્લેકલિસ્ટ કરવાની કેટેગરીમાં સામેલ છે. આ આંકડો કુલ મોબાઇલ નંબરના 19 ટકા છે. આ એક મોટી સમસ્યા છે. સરકાર પાસે મોબાઇલ નંબર સ્પેસિંગનો અધિકાર છે. સરકાર જ મોબાઇલ નંબર માટે ઓપરેટર કંપનીઓને મોબાઇલ સિરીઝ જારી કરે છે. ટ્રાઇનું કહેવું છે કે મોબાઇલ નંબર સીમિત માત્રામાં છે, તેથી તેનો યોગ્ય રીતે ઉપયોગ થવો જોઈએ. હાલમાં ઓસ્ટ્રેલિયા, સિંગાપોર, બેલ્જિયમ, ફિનલેન્ડ, યુકે, લિથુઆનિયા, ગ્રીસ, હોંગકોંગ, બલ્ગેરિયા, કુવૈત, હોલેન્ડ, સ્વિટ્ઝરલેન્ડ, પોલેન્ડ, નાઇજીરિયા, દક્ષિણ આફ્રિકા અને ડેન્માર્ક જેવા દેશોમાં મોબાઇલ નંબર માટે ટેલિકોમ કંપનીઓ ચાર્જ વસૂલે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application