બોમ્બે હાઈકોર્ટની ગોવા બેન્ચે રાત્રિના સમયે ખાસ કરીને ધ્વનિ પ્રદૂષણને ડામવા ઓથોરિટીઓને નિર્દેશો આપ્યા હતા. કોર્ટે વધુમાં મોડી રાતની પાર્ટીઓ યોજતી હોટલો અને રેસ્ટોરન્ટમાં ઓચિંતું નિરીક્ષણ કરવાનો પણ આદેશ આપ્યો છે. પર્યાવરણ અને ધ્વનિ પ્રદૂષણ નિવારણ કાયદાનો કડક અમલ કરીને રાત્રે ૧૦.૦૦ વાગ્યા પછી કોઈ ઘોંઘાટિયું સંગીત વગાડવામાં આવે નહીં તેની તકેદારી સહિતના નિર્દેશો જનહિત અરજીમાં માગવામાં આવ્યા હતા. અરજીમાં મંગાયેલી રાહતને ધ્યાનમાં લઈને કોર્ટે ઓથોરિટીને સમર્પિત હેલ્પલાઈન શરૂ કરવા જણાવ્યું હતું. જે ૨૪ કલાક કાર્યરત રહે જેનો નંબર ૧૧૨ રહેશે.આ હેલ્પલાઈન પર ધ્વનિ પ્રદૂષણની ફરિયાદો હાથ ધરી શકાય. અહી મળતી ફરિયાદોનો રેકોર્ડ રાખીને સ્થાનિક પોલીસ સ્ટેશનોને આપવાનો રહેશે. જે તાત્કાલિક પગલાં લેશે. ગુનેગારો સામે એફઆઈઆર નોંધીને તપાસ કરીને કાયદા અનુસાર પગલાં લેવાની જરૂર છે એમ પણ કોર્ટે જણાવ્યું હતું. પોલીસે દરેક કેસ ડિસ્ટ્રીકટ મેજિસ્ટ્રેટને રિપોર્ટ કરવાનો રહેશે જેઓ કાયદા પ્રમાણે કામ કરશે. સ્થાનિક ઈન્ટેલિજન્સ બ્યુરો, બીટ સ્ટાફ, સબ ડિવિઝન નાઈટ ડયુટી સ્ટાફ દ્વારા સતત પેટ્રોલિંગ કરાવાનો આદેશ પણ કોર્ટે આપ્યો છે. રાજ્ય સરકારે મીડિયા સાથે મળીને જનજાગૃતિ લાવવાનો પ્રયાસ કરવો જોઈએ એમ પણ કોર્ટે જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application