જો તમારું પણ પુણે સ્થિત રૂપી સહકારી બેન્ક લિમિટેડમાં ખાતુ હોય તો તમારા માટે અગત્યના સમાચાર છે. ભારતીય રિઝર્વ બેન્કે પુણે સ્થિત રૂપી સહકારી બેન્ક લિમિટેડ સામે આકરી કાર્યવાહી કરતા બેન્કનું લાઇસન્સ રદ્દ કર્યું છે જેને કારણે હવે બેન્ક 22 સપ્ટેમ્બરથી તેનો કારોબાર સમેટી લેશે.
RBI દ્વારા જારી એક નિવેદન અનુસાર બોમ્બે હાઇકોર્ટના 12 સપ્ટેમ્બર,2017ના આદેશના અનુપાલન હેઠળ પુણે સ્થિત રૂપી સહકારી બેન્ક લિમિટેડના લાઇસન્સને રદ્દ કરવાનો આ આદેશ 10 ઓગસ્ટ,2022ના 6 સપ્તાહ બાદ પ્રભાવી થશે.બોમ્બે હાઇકોર્ટે 20174માં 2014ની રિટ અરજી નંબર 2938 (બેન્ક કર્મચારી સંઘ, પુણે વિરુદ્વ મહારાષ્ટ્ર રાજ્ય તેમજ અન્ય),2017ની રિટ અરજી નંબર 9286 (નરેશ વસંત રાઉત તેમજ અન્ય વિરુદ્વ મહારાષ્ટ્ર રાજ્ય તેમજ અન્ય)ના સંબંધમાં ઉપરોક્ત આદેશ જારી કર્યો હતો. આ આદેશ બાદ આરબીઆઇ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીને કારણે બેન્કે 22 સપ્ટેમ્બર,2022થી કારોબાર બંધ કરવો પડશે.
આરબીઆઇ દ્વારા જારી એક નિવેદનમાં કહેવામા આવ્યું છે કે મહારાષ્ટ્રના સહકારી કમિશનર અને સહકારી મંડળીઓના રજીસ્ટ્રાર તરફથી પણ બેન્કને બંધ કરવાનો આદેશ જારી કરવા તેમજ એક લિક્વિડેટર નિયુક્ત કરવાનો અનુરોધ કરાયો છે. ભારતીય રિઝર્વ બેન્કે 21 ફેબ્રુઆરી,2013ના નિર્દેશ (UBD.CO. BSD-I/D-28/ 12.22.2018/ 2012-13) હેઠળ રૂપી સહકારી બેન્ક લિમિટેડ પુણેનો કારોબાર બંધ કરવાનો નિર્દેશ રાખ્યો હતો.આરબીઆઇએ 26 ઓગસ્ટ,2022ના રોજ જારી નિર્દેશમાં કહ્યું કે તેનો સમયગાળો સમયાંતરે વધારવામાં આવ્યો હતો. આપને જણાવી દઇએ કે તાજેતરમાં જ ભારતીય રિઝર્વ બેન્કે કેરળની થોડુપૂઝા કો-ઓપરેટિવ બેન્ક પર પણ પ્રતિબંધ લગાવ્યો હતો. તે ઉપરાંત RBIએ બેન્કની બગડતી આર્થિક સ્થિતિને કારણે ગ્રાહકોની પૈસાના ઉપાડ પર પણ રોક લગાવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500