આજે એક યાદી શેર કરતી વખતે કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે,જો યાદીમાંની 14 વસ્તુઓ છૂટક એટલે કે પેકિંગ વગર વેચવામાં આવશે તો તેના પર જીએસટીનો કોઈ દર લાગુ થશે નહીં. આ યાદીમાં રોજિંદા ઉપયોગની મહત્વની વસ્તુઓ જેમ કે કઠોળ, ઘઉં, બાજરી, ચોખા, સોજી અને દહીં/લસ્સીનો સમાવેશ થાય છે.
અનાજ, ચોખા, લોટ અને દહીં જેવી વસ્તુઓ પર 5 ટકા GSTના સરકારના નિર્ણયનો બચાવ કરતાં નાણાપ્રધાને કહ્યું કે, આ GST ફક્ત તે ઉત્પાદનો પર જ લાગુ થશે જે પ્રી-પેકેજ અને લેબલવાળી હોય. જણાવી દઈએ કે, ગયા મહિને ચંદીગઢમાં મળેલી GST કાઉન્સિલની 47મી બેઠકમાં આ નિર્ણયો લેવામાં આવ્યા હતા.
શ્રેણીબદ્ધ ટ્વીટ્સ પોસ્ટ કરીને, નાણા પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું,
"તાજેતરમાં, GST કાઉન્સિલે તેની 47મી બેઠકમાં કઠોળ, અનાજ, લોટ જેવી વિશિષ્ટ ખાદ્ય ચીજો પર GST વસૂલવાના નિર્ણય પર પુનર્વિચાર કરવાની ભલામણ કરી છે. જો કે, ઘણી બધી ગેરસમજો ફેલાઈ છે. અહીં હકીકતો બહાર લાવવાનો પ્રયાસ છે." “શું આ પહેલીવાર ખાદ્ય ચીજવસ્તુઓ પર ટેક્સ લગાવવામાં આવી રહ્યો છે?ના,GST પહેલાના શાસનમાં રાજ્ય સરકારો ખાદ્યપદાર્થોમાંથી ઘણી આવક એકત્ર કરતી હતી. એકલા પંજાબે ખરીદી કરવાના રૂપમાં અનાજ પર રૂ.2,000 કરોડ એકત્ર કર્યા છે. યુપીએ રૂ.700 કરોડ ઊભા કર્યા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500