નવું શૈક્ષણિક સત્ર શરૂ થવાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે રાજકોટ ગેમજોન અગ્નિકાંડ બાદ સોશિયલ મીડિયામાં સીએનજી સ્કૂલ વેનમાં નિયમ વિરુદ્ધ જીવના જોખમે વિદ્યાથીઓને બેસાડવાના ફોટો વાયરલ થતાં નવસારી આરટીઓ અધિકારી દ્વારા નવસારીના સ્કૂલ વાન ચાલકો સાથે મિટિંગ યોજી હવે નવા શેક્ષણીક છત્રથી સ્કૂલ વાનમાં આર.ટી.ઓ.ના નિયમોનુસાર વિદ્યાથીઓને બેસાડવા માટે સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી. જેને પગલે સ્કૂલ વાન ચાલકો અવઢવમાં મુકાયા છે. આર.ટી.ઓ.ના નિયમોનુસાર વાનમાં 7 વિદ્યાથીઓ જ બેસાડવા માટે જણાવવામાં આવ્યું છે.
જે અંગે સ્કૂલ વાન ચાલકો દ્વારા આમ કરવાથી કોઈ આર્થિક ફાયદો થતો ના હોય નારાજગી વ્યકત કરી હતી. સ્કૂલ વાન સંચાલકોના જણાવ્યા મુજબ આર.ટી.ઓ દ્વારા તેમને ટેક્સી મેક્સી વાન પાર્સિંગ કરાવવા માટે જણાવાયું છે જો એમ કરવામાં આવેતો તેનો ખર્ચ અંદાજે 35થી 40 હજાર ટેક્સ સાથે થાય છે. જો એમ કરવામાં આવે તો તેની અસર સ્કૂલ વાનમાં મુસાફરી કરતા વિદ્યાથીઓ વાલીઓને પડે છે અને એક વિદ્યાથીનું મહિનાનું ભાડું રૂપિયા 1500/- છે તેની જગ્યાએ રૂપિયા 3000 ચૂકવવા પડશે જે વાલીઓ માટે મુશ્કિલ છે.
વધુમાં સ્કૂલ વાનમાં માત્ર 7 વિદ્યાથીઓને બેસાડવા જણાવ્યુ છે જો તેમ કરવામાં આવે તો પણ વાન ચાલકોને મોટું નુકશાન થાય અને તેની અસર વાલીઓ પર પડશે તેમ જણાવી વાહન ચાલકો ના વ્યવસાય પર આર.ટી.ઓ દ્વારા નવા નિયમોની અમલવારી લાવવી મુશ્કેલી સજી શકે તેમ હોય નવસારીના છાપરા ગામે ક્રિકેટ ગ્રાઉન્ડ પર સ્કૂલ વાન ચાલકોએ એક મિટિંગ યોજી આ મામલે આર.ટી.ઓ અને સ્કૂલ વાન સંચાલકો વચ્ચે સુખદ નિવેડો આવે તેવી આશા વ્યક્ત કરી હતી અને જો આર.ટી.ઓ દ્વારા સ્કૂલ વાન ચાલકો માટે નિયમોમાં કોઈ છૂટછાટ નહિ આપવામાં આવશે તો આગામી તા.10મી જૂનથી સ્કૂલ વાન સંચાલકો સામૂહિક હડતાળ પર ઉતરશે એમ સ્કૂલ વાન સંચાલકોએ જણાવ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500