આઇએએસ અને આઇપીએસ કેડરના નિયમોમાં ફેરફાર કરવાના સરકારના પ્રસ્તાવનો ભારે વિરોધ થઇ રહ્યો છે. આ પ્રસ્તાવના વિરોધ 109 પૂર્વ સનદી અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, આ પ્રસ્તવ અમલમાં આવી જશે તો કેન્દ્ર સરકાર પોતાની સત્તાનો દુરુપયોગ કરશે. આ પૂર્વ અધિકારીઓએ જણાવ્યું છે કે, જ્યારે પણ કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર સાથે નાખુશ હશે તો કેન્દ્ર સરકાર આવા રાજ્યોના મહત્ત્વપૂર્ણ પદો પર રહેલા આઇએએસ અધિકારીઓને નિશાન બનાવશે. આ પૂર્વ અધિકારીઓએ વધુમાં જણાવ્યું છે કે, કેન્દ્ર સરકારે આઇએએસ કેડરના નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય ઉતાવળમાં લીધો છે અને આ અંગે સંબધિત પક્ષકારો સાથે ચર્ચા પણ કરવામાં આવી નથી.પૂર્વ સનદી અધિકારીઓએ આ પ્રસ્તાવને પડતો મૂકવાની માંગ કરી છે. તેમણે આ પ્રસ્તાવને મનસ્વી, ગેરવાજબી અને ગેરબંધારણીય ગણાવ્યો છે. આ ફેરફારથી બંધારણના મૂળભૂત માળખાને ભરપાઇ ન થઇ શકે તેવુ નુકસાન થશે. આ નિવૃત્ત અધિકારીઓએ વધુમાં જણાવ્યું છે કે, પ્રસ્તાવિત ફેરફારો અમલમાં આવી ગયા પછી કેન્દ્ર સરકાર રાજ્યોમાં કામ કરતા ઓલ ઇન્ડિયા સર્વિસીસ (એઆઇએસ)ના કોઇ પણ અધિકારીને ઉપાડી કેન્દ્રમાં લાવી શકશે. આ માટે કેન્દ્ર સરકારને રાજ્ય સરકારની મંજૂરી લેવી પડશે નહીં. ભલે પ્રથમ દ્રષ્ટિએ આ ફેરફાર સામાન્ય લાગતો હોય પણ આનાથી લાંબા ગાળે દેશની લોકશાહી અને બંધારણ પર વિપરિત અસર પડશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application