Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મુંબઇ મહાનગર પાલિકાનો આદેશ તારીખ 31 મે સુધીમાં દુકાનોનાં બોર્ડ મરાઠીમાં નહીં કરાય તો કાર્યવાહી

  • May 14, 2022 

મુંબઇમાં આવેલી તમામ દુકાનો ઓફિસો સહિત આસ્થાપનાઓ પરના નામ પાટિયા તા.31મે સુધી મરાઠી ભાષામાં લખેલા હોવા જોઇએ એવો આદેશ મુંબઇ મહાનગર પાલિકાએ આપ્યો છે. ઉપરાંત બાર-દારૂની દુકાનોને દેવ-દેવીઓ અને મહાન હસ્તીઓ તેમજ ગઢ-કિલ્લાના નામ નહિં આપવા અથવા તે નામ હટાવી દેવાની તા.30 જૂન સુધીની મુદત પાલિકાનાં શોપ એન્ડ એસ્ટાબ્લીસ વિભાગે આપ્યો છે. જો દુકાનો-ઓફિસો તથા આસ્થાપનાઓ નામમા બોર્ડ મરાઠીમાં લખવાનું ફરજિયાત છે.



તદઉપરાંત અન્ય ભાષામાં લખવા હોય તો મોટા અક્ષરમાં મરાઠી અને પછી નાના અક્ષર બીજી ભાષામાં નામ લખવાની છૂટ આપવામાં આવી છે. પરંતુ મરાઠી ભાષામાં બોર્ડ લખેલું નહિ હોય તો પાલિકા કાર્યવાહી કરશે. અદાલતમાં કેસ માંડશે. ન્યાયાલયની કાર્યવાહી ટાળવાના વિકલ્પે આકરો દંડ વસૂલ કરશે. ઉલ્લેખનિય છે કે, મહારાષ્ટ્ર મંત્રીમંડળે માતૃભાષા દિન નિમિત્તે મરાઠી ભાષાના સંવર્ધન માટે દુકાનોના પાટિયાં મરાઠી ભાષામાં હોવાં જોઈએ તેવો આદેશ કર્યો હતો. આ આદેશની જવાબદારી સંબંધિત પાલિકાઓએ કરવાની રહેશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application