વર્ષ-૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવાના ધ્યેયને સિદ્ધ કરવો હશે તો ભારતે આગામી વીસ વર્ષ સુધી દર વર્ષે ૮થી ૯ ટકાનો આર્થિક વિકાસ દર હાંસલ કરવાનો રહેશે. ચીનના વિકલ્પની ઊભી થયેલી માગથી ભારતને લાભ થશે કારણ કે ભારતમાં કામકાજના કદ જેવું કદ અન્ય કોઈ દેશ પૂરુ પાડતું નથી એમ એક રિસર્ચ રિપોર્ટમાં જણાવાયું હતું. અવકાશી ક્ષેત્રમાં ભારત ખાતે ૨૦૦ જેટલા સ્ટાર્ટઅપ્સ હાજરી ધરાવે છે અને ૨૦૪૦ સુધીમાં ૧૦૦ અબજ ડોલરનું ઈન્વેસ્ટમેન્ટ આકર્ષી શકે છે.
આપણે વિકસિત દેશ બનવા ઓછામાં ઓછા ૨૦૪૭ સુધી ૮થી ૯ ટકાનો વિકાસ દર હાંસલ કરવાનું ચાલુ રાખવું પડશે. આ દરે વિકસવાનું સરળ નહીં હોય. બહુ ઓછા દેશો વાર્ષિક ૮થી ૯ ટકાના દરે વિકાસ હાંસલ કરી શકે છે એમ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત નજીકના ભવિષ્યમાં ત્રીજું મોટું અર્થતંત્ર બની રહેવાની જાહેરાત કરી હતી. વિશ્વમાં ભારત આજે પાંચમું મોટું અર્થતંત્ર છે.
ભારતનું ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડકટસ જે હાલમાં ૩.૪૦ ટ્રિલિયન ડોલર છે તે ૨૦૩૧ સુધીમાં બમણું થઈ ૬.૭૦ ટ્રિલિયન ડોલર બની રહેવા એસએન્ડપી ગ્લોબલના એક રિપોર્ટમાં તાજેતરમાં જણાવાયું હતું. હાલમાં અમેરિકા, ચીન, જાપાન તથા જર્મની બાદ ભારતનો ક્રમ આવે છે. કૃષિ, અવકાશી તથા ઊભરી રહેલા સેમીકન્ડકટર તથા વીજ વાહન ક્ષેત્રમાં ભારત માટે તકો રહેલી હોવાનું રિસર્ચ રિપોર્ટમાં જણાવાયું છે. બહુરાષ્ટ્રીય કંપનીઓ ભારતના વિકલ્પની શોધમાં છે તેમાં કોઈ શંકા નથી. ચીન ઉપરાંત અન્યત્ર ઉત્પાદન એકમો લઈ જવાની કંપનીઓની હિલચાલનો અન્ય દેશોને લાભ થશે ખરો પરંતુ ભારત જેવી ક્ષમતા અન્ય કોઈ દેશોમાં નહીં હોવાનું પણ રિપોર્ટમાં સ્પષ્ટ કરાયું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500