તાજેતરમાં ગુજરાત હાઇકોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો હતો. એક ગર્ભવતી મહિલા કે જેને ગર્ભાવસ્થાને લઇને જીપીએસસીની પરીક્ષા અલગથી લેવાની ના પડાઇ હતી અને આ મહિલા હાઇકોર્ટ પહોંચી હતી. તે મુદ્દે હાઇકોર્ટે જીપીએસસીને આપેલા દિશાનિર્દેશ મુજબ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષાની તારીખે ઉમેદવારના લગ્ન, પ્રસૂતિ કે અન્ય પરીક્ષા હશે તો તેને અલગ તારીખ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ અંગે મળતી વિગતો મુજબ જો પરીક્ષાની તારીખે ઉમેદવારના લગ્ન, પ્રસૂતિ કે અન્ય કોઈ પરીક્ષા હશે તો અલગ તારીખ અપવાનો નિર્ણય કરાયો છે.
જેના માટે ઉમેદવારે 12 માર્ચ પહેલા સોગંદનામા અને આધાર-પૂરાવા સાથે રજૂઆત કરવી પડશે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મડળ દ્વારા જાહેરાત ક્રમાંક 212/202324 ગુજરાત ગૌણ સેવા ક્લાસ 3ની ગ્રુપ એ અને બીની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા અંતર્ગત કુલ 5,554 જગ્યાઓ પર સીધી ભરતીની જાહેરાત કરાઇ છે. આ માટે ઉમેદવારો પાસેથી 4 જાન્યુઆરી 2024થી 31 જાન્યુઆરી 2024 દરમિયાન ઓજસ વેબસાઈટના માધ્યમથી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી હતી. જેની સીસીઈની પરીક્ષા તારીખ 1 એપ્રિલ 2024થી 8 મે 2024 દરમિયાન પ્રતિદિન ચાર સેશનમાં સીબીઆરટી પદ્ધતિથી આયોજન કરવામાં આવી છે.
જેમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સીસીઈની પરીક્ષાને લઈને મોટો નિર્ણય કરવામાં આવ્યો છે, જે મુજબ આગામી 1 એપ્રિલ 2024થી 8 મે 2024 દરમિયાન દરરોજ 4 સેશનમાં યોજાનારી પરીક્ષાના દિવસે જ ઉમેદવારના લગ્ન, પ્રસૂતિ, કે અન્ય કોઈ પરીક્ષા હશે તો તેમને સીસીઈની પરીક્ષા માટે અલગથી તારીખ અપાશે. જે ઉમેદવારે આ પરીક્ષા માટે ફોર્મ ભર્યું છે તે ઉમેદવારના પરીક્ષાના દિવસે જ લગ્ન હશે તો તેમને સીસીઈ પરીક્ષા માટે અલગથી તારીખ મળી જશે. કોઈ મહિલા ઉમેદવારને પ્રસૂતિની સંભવિત તારીખ પરીક્ષા સમય દરમિયાન હોઈ તેવા કિસ્સામાં પણ પરીક્ષાની અલગ તારીખ મળી શકે છે. આ માટે ઉમેદવારે પૂરાવા અને સોગંદનામા સાથે 12 માર્ચ પહેલાં જ રજૂઆત કરવી પડશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500