તાપી જિલ્લા સેવા સદન સામે કોંગ્રેસી નેતાઓએ ધરણા કરી ભાજપ સરકારનુ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
માજી મંત્રી કેંદ્રિય અને ખેડબ્રહ્માના ધારાસભ્ય ડૉ.તુષાર ચૌધરીએ વ્યારા કલેકટર કચેરીએ ધરણાં કરતા જણાવ્યુ હતુ કે, રાહુલ ગાંધીને દોષિત ઠેરવવા એ માત્ર કાયદાકિય બાબત નથી, તે લોકશાહી સાથે જોડાયેલ ગંભીર રાજકિય મુદ્દો છે. અમો કોર્ટનાં ચુકાદાનો વિરોધ કરતા નથી પણ રાજકીય દબાણ હેઠળ વિરોધ પક્ષનો અવાજ દબાવવામાં આવે છે તેનો વિરોધ છે.
સરકાર વિરૂધ્ધ કોઇ બોલે તો ઇડી, ઇન્કમટેક્ષ, સીબીઆઈ મોકલી તેનો અવાજ દબાવવામાં આવે છે. રાહુલ ગાંધીએ મોદી વિશે કોઇ ટીપ્પણી કરી નથી. રાહુલ ગાંધી ચુંટણી લડી ન શકે, લોકસભાની ચુંટણીનો પ્રચાર ન કરી શકે તેવા પ્રયત્નો કરાઇ રહ્યા છે. રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા લઈને નીકળ્યા તેને સફળતા મળી તેનાંથી ભાજપ ગભરાઈ ગઈ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500