Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઇસરોનું પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી લોન્ચ કરાયું

  • November 27, 2022 

ઇસરોનું પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (PSLV) શનિવારે બપોર 11.56 કલાકે અહીંના સતીશ ધવન સ્પેસ સેન્ટર ઉપરથી અંતરિક્ષમાં વહેતું મુકવામાં આવ્યું છે. આ માહિતી આપતા 'ઇસરો'એ જણાવ્યું હતું કે, 44.4 મીટર ઊંચુ આ રોકેટ 25.30 કલાકનાં કાઉન્ટ ડાઉન પછી અંતરિક્ષ તરફ વહેતું મૂકાયું હતું. તે તેની નિશ્ચિત કક્ષામાં માત્ર 17 મિનિટમાં જ પહોંચી ગયું હતું તેમ ઇશરોનાં અધ્યક્ષ એસ. સોમનાથે જણાવ્યું હતું.




આ પછી વિજ્ઞાનીઓ તેની ભ્રમણ કક્ષા નીચી કરવા પ્રયત્નો શરૂ કરશે. તે માટે 2 કલાક લાગશે. પરંતુ તેથી અન્ય કો-મેસેન્જર સેટેલાઇટસ જેઓ વિવિધ ભ્રમણકક્ષામાં ઘૂમી રહ્યા છે તેમને અવરોધ ન રહે. ડો.સોમનાથે વધુમાં જણાવ્યું હતું કે, આ 'અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ-6' તે સાંરલસેટ શ્રેણીના થર્ડ જલહેશન- સેટેલાઇટ છે. તે ઓશનસેટ-2ની શ્રેણીના સાતત્યરૂપે છે પરંતુ આ સ્પેસ ક્રાફ્ટમાં વધુ મોટાં અને વધુ પે-લોડ સ્પેસિફિકેશન છે તેમજ તેમનો એપ્લીકેશન વિસ્તાર પણ વધુ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News