ચંદ્રનાં દક્ષિણ ધ્રૂવ પર લેન્ડ કરનારા ભારતના લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાન સાથે ISRO આજે ફરી સંપર્ક સાધવાનો પ્રયાસ કરી શકે છે. ISROનાં અમદાવાદ સ્થિત અંતરિક્ષ ઉપયોગ કેન્દ્ર (SAC)ના ડિરેક્ટર નિલેશ દેસાઈએ કહ્યું કે, જો ભાગ્ય સાથ આપશે તો બંનેનો ન ફક્ત ફરી સંપર્ક કરાશે પણ તેમના ઉપકરણોનો ઉપયોગ પણ કરવામાં આવશે. ISROએ આ વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરને બે અને ચાર સપ્ટેમ્બરે સંપૂર્ણપણે ચાર્જ કર્યા બાદ સ્લીપ મોડમાં નાખી દીધા હતા કેમ કે ચંદ્ર પર રાત્રિ થઈ ગઈ હતી જેમાં ભયાનક ઠંડી અને વિકિરણોનો સામનો કરવો પડે છે.
એસએસસી ISRO માટે અંતરિક્ષમાં કામ કરતા ઉપકરણો તૈયાર કરે છે. તેણે જ ચંદ્રયાન-3 માટે કેમેરા સિસ્ટમ અને ખતરાની સૂચના આપતી સેન્સર પ્રણાલી વિકસિત કરી હતી. દેસાઈ અનુસાર છેલ્લાં 20 દિવસોમાં લેન્ડર-રોવરે માઈનસ 120થી 200 ડિગ્રી સેલ્સિયસ જેટલી ઠંડીનો પારો સહન કર્યો હતો. હવે પૃથ્વીના સમય અનુસાર 20 સપ્ટેમ્બરની સાંજથી ચંદ્રના દક્ષિણ ધ્રૂવ પર સૂર્યોદય શરૂ થઈ ગયું છે. વિક્રમ અને પ્રજ્ઞાનના સોલર પેનલ પણ તેમની બેટરી ધીમે ધીમે ચાર્જ કરવા લાગશે. ISROની યોજના છે કે આજે તેને રિવાઈવ કરવામાં આવે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application