ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ના અધ્યક્ષ એસ સોમનાથે શનિવારે જણાવ્યું હતું કે ગગનયાન માટે 21 ઓક્ટોબરના રોજ પ્રથમ ટીવી-ડી1 ટેસ્ટ ફ્લાઈટ પછી, સ્પેસ એજન્સી ગગનયાન પ્રોગ્રામના વધુ ત્રણ ટેસ્ટ ફ્લાઈટ મિશન હાથ ધરશે. ગગનયાન મિશનમાં માનવ ક્રૂને અવકાશમાં મોકલવામાં આવશે અને તેને હિંદ મહાસાગરમાં સુરક્ષિત રીતે ઉતારવામાં આવશે.21 ઓક્ટોબરના રોજ ટેસ્ટ વ્હીકલ ડેવલપમેન્ટ ફ્લાઈટ (TV-D1)નું પરીક્ષણ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતે કરવામાં આવશે. એસ સોમનાથે કહ્યું કે,ગગનયાન મિશનની પ્રથમ પરીક્ષણ વિહિકલ ટેસ્ટ 21 ઓક્ટોબરે હાથ ધરવામાં આવશે. આ પછી અમે ત્રણ વધુ પરીક્ષણ મિશન D2, D3, D4 હાથ ધરીશું.
આદિત્ય-L1 પ્રોગ્રામ વિશેના પ્રશ્નના જવાબમાં, સોમનાથે આશા વ્યક્ત કરી કે સ્પેસક્રાફ્ટ જાન્યુઆરી 2024ના મધ્યમાં લેગ્રેન્જ પોઈન્ટ (L1) પર પહોંચી જશે. અમે તેને L1 પોઈન્ટ પર સ્થાપિત કરીશું અને ત્યાંથી વિવિધ વૈજ્ઞાનિક પ્રયોગો કરીશું.તુતીકોરિન જિલ્લાના કુલશેખરાપટ્ટિનમ ખાતે બીજા લોન્ચ પેડની સ્થાપના પર તેમણે કહ્યું કે આ લોન્ચ પેડથી ISROને ઘણા ફાયદા થશે, કારણ કે તે નાના રોકેટ લોન્ચ કરવા અને ખાનગી સર્વિસ માટે ઉપયોગી થશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500