Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ISRO ટૂંક સમયમાં ચંદ્રયાન-3 ચંદ્ર તરફ મોકલવાની તૈયારીમાં

  • December 07, 2022 

ભારતીય અંતરિક્ષ અનુસંધાન (ISRO) થોડા સમયમાં જ તેનું ચંદ્રયાન-3, ચંદ્ર તરફ મોકલવાની તૈયારીમાં લાગી પડયું છે. આ માહિતી આપતાં કેન્દ્રીય અંતરિક્ષ રાજ્ય મંત્રી ડૉ.જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, ભારતનાં અંતરિક્ષ કાર્યક્રમોમાં સમાનવ અંતરિક્ષ ઉડાન કેન્દ્ર સ્થાને છે. ભારતે આ કાર્યક્રમને ઘણું મહત્વ આપ્યું છે. તેનું આયોજન થઈ રહ્યું છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ભારતીય અંતરિક્ષ ઉદ્યોગ તેની વિશ્વસનીયતા અને અર્થવ્યવસ્થા માટે દુનિયાભરમાં જાણીતો છે.




આપણા અંતરિક્ષ પ્રક્ષેપણ યાન પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (PSLV)ને મળેલી સફળતા માટે અમોને ગર્વ છે. તે દ્વારા ભારતે વિકાસશીલ તથા વિકસિત દેશોનાં મળી કુલ 100થી વધુ ઉપગ્રહો અંતરિક્ષમાં વહેતા મુકયા છે. ભારતે G-સેટ પૃથ્વી અવલોકન ઉપગ્રહો અને અંતરિક્ષ આધારિત સેટેલાઇટ નેવીગેશન સિસ્ટમ માટે મોટા પ્રમાણમાં ઇનહાઉસ ઉપગ્રહ નિર્માણ કરવાની પણ ભારત ક્ષમતા ધરાવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application