ISROએ નવા વર્ષે ઈતિહાસ રચી દીધો છે જેમાં આદિત્ય-L1 લેગ્રેન્જ પોઈન્ટના હેલો ઓર્બિટમાં દાખલ થયું છે. ભારતના પ્રથમ સોલાર ઓબ્ઝર્વેટરી (સૌર વેધશાળા)નું અંતર પૃથ્વીથી 15 લાખ કિમી છે. તારીખ 2 સપ્ટેમ્બર 2023માં શરૂ થયેલી આદિત્ય-L1ની સફર પૂરી થઈ છે. 400 કરોડનું આ મિશન હવે ભારત સહિત સમગ્ર વિશ્વના ઉપગ્રહોને સોલાર સ્ટોર્મથી સુરક્ષિત કરશે. હવે આદિત્ય-L1 સૂર્યનો અભ્યાસ કરી રહેલા NASAના ચાર ઉપગ્રહના સમૂહમાં જોડાયું છે.
આ ઉપગ્રહ WIND, એડવાન્સ કમ્પોઝિશન એક્સપ્લોર (ACE) ડીપ સ્પેસ ક્લાઈમેટ ઓબ્ઝર્વેટરી (DSCOVER) અને નાસા-ESAના સંયુક્ત મિશન સોહો એટલે કે,સૌર એન્ડ હેલીઓસ્ફેરિક ઓબ્ઝર્વેટરી છે. આદિત્ય-L1એ સૂર્યનો અભ્યાસ કરવા માટે અવકાશમાં સ્થાપવામાં આવેલી પ્રથમ ભારતીય વેધશાળા છે. ગયા વર્ષે 2 સપ્ટેમ્બરના રોજ ધ્રુવીય સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (PSLV-C57)એ આદિત્ય સાથે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી ઉડાન ભરી હતી. PSLV એ તેને 235 x 19,500 કિમીની ભ્રમણ કક્ષામાં સ્થાપિત કર્યું હતું. ત્યારબાદ તબક્કાવાર રીતે ભ્રમણકક્ષામાં ફેરફાર કરીને આદિત્યને પૃથ્વીના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રની બહાર લઈ જવામાં આવ્યો હતો. તેના બાદ ક્રૂઝનો તબક્કો શરૂ થયો અને આદિત્ય L1 તરફ આગળ વધી રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application