ISROએ ચંદ્રયાન-3ને ચંદ્રની ચોથી કક્ષામાં પહોંચાડી દીધું છે. હવે ચંદ્રયાન લગભગ 150 કિમીx177 કિમીની ગોળાકાર ભ્રમણ કક્ષામાં આગળ વધી રહ્યું છે. ISROએ તારીખ 14 ઓગસ્ટની સવારે લગભગ પોણા બાર વાગ્યે ચંદ્રયાન-3નાં થ્રસ્ટર્સ ચાલુ કર્યા હતા. જોકે લગભગ 18 મિનિટ સુધી એન્જિન ચાલુ કરાયા હતા. તારીખ 5 ઓગસ્ટે ચંદ્રયાન-3 ચંદ્રની પ્રથમ કક્ષામાં પહોંચ્યું હતું. ત્યારબાદ તેની ભ્રમણ કક્ષા બે વખત બદલવામાં આવી હતી. આ દિવસે જ ચંદ્રયાને ચંદ્રની પ્રથમ તસવીરો મોકલી હતી. તે સમયે ચંદ્રયાન 164 x 18074 કિમીની લંબગોળ ભ્રમણકક્ષામાં 1900 કિમી પ્રતિ સેકન્ડની ઝડપે ચંદ્રની આસપાસ ફરતું હતું. તારીખ 6 ઓગસ્ટ 2023નાં રોજ ઘટાડીને 170x4313 કિમી ભ્રમણકક્ષા કરવામાં આવી હતી. એટલે કે તેને ચંદ્રની બીજી ભ્રમણ કક્ષામાં મૂકવામાં આવ્યું હતું.
આ પછી, તારીખ 9 ઓગસ્ટનાં રોજ, ત્રીજી વખત ભ્રમણ કક્ષા બદલવામાં આવી. પછી તે ચંદ્રની સપાટીથી 174 કિમીx1437 કિમીની ભ્રમણ કક્ષામાં આગળ વધી રહ્યું હતું. ISRO ચંદ્રયાન-3નાં એન્જિનને ચંદ્રની ભ્રમણ કક્ષામાં રેટ્રોફાયરિંગ કરાવી રહ્યું છે. એટલે ઝડપ ધીમી કરવા માટે વાહનને વિરુદ્ધ દિશામાં ચલાવાઈ રહ્યું છે. આ પછી, તારીખ 16 ઓગસ્ટનાં રોજ સવારે 8:38થી 8:39 વચ્ચે પાંચમી કક્ષા બદલવામાં આવશે. એટલે કે તેના એન્જિનને માત્ર એક મિનિટ માટે ચાલુ રખાશે. તારીખ 17 ઓગસ્ટે ચંદ્રયાન-3નાં પ્રોપલ્શન અને લેન્ડર મોડ્યુલ અલગ થઈ જશે.
તે જ દિવસે, બંને મોડ્યુલ ચંદ્રની આસપાસ 100 કિમીx100 કિમીની ગોળાકાર ભ્રમણ કક્ષામાં હશે. લેન્ડર મોડ્યુલનું ડીઓર્બીટીંગ તારિખ 18 ઓગસ્ટનાં રોજ સાંજે 4.45થી 4.00 વાગ્યાની વચ્ચે થશે. એટલે કે તેની ભ્રમણ કક્ષાની ઊંચાઈ ઓછી થઈ જશે. તારીખ 20 ઓગસ્ટે ચંદ્રયાન-3નું લેન્ડર મોડ્યુલ સવારે 2.45 કલાકે ડી-ઓર્બિટ કરશે. 23 ઓગસ્ટે લેન્ડર ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક ઉતરશે. જો બધું બરાબર રહેશે, તો લેન્ડર લગભગ સાડા છ વાગ્યે ચંદ્રની સપાટી પર ઉતરશે. બેંગલુરુમાં ISROનાં સેન્ટર ટેલિમેટ્રી, ટ્રેકિંગ અને કમાન્ડ નેટવર્ક (ISTRAC)નાં મિશન ઓપરેશન્સ કોમ્પ્લેક્સ (MOX) પરથી ચંદ્રયાન-3નાં સ્વાસ્થ્યનું સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. હાલમાં ચંદ્રયાન-3નાં તમામ સાધનો યોગ્ય રીતે કામ કરી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationહવામાન વિભાગે આગામી ચાર દિવસ ગરમીને લઈને હિટવેવની આગાહી કરી
April 06, 2025