ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનના સહયોગથી આજે બ્રિટિશ કંપનીના ઉપગ્રહો વહન કરતા ઈસરોના LVM3 પ્રક્ષેપણ વાહને એક સાથે 36 ઉપગ્રહો સફળતાપૂર્વક લોન્ચ કર્યા. આ પોતાનામાં એક રેકોર્ડ છે. બ્રિટનની વનવેબ ગ્રૂપ કંપનીએ 72 સેટેલાઇટ લોન્ચ કરવા માટે ISROની વ્યાપારી શાખા ન્યૂસ્પેસ ઇન્ડિયા લિમિટેડ સાથે જોડાણ કર્યું હતું.
આ ઉપગ્રહોને આજે 9 વાગ્યે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યા હતા. નોંધપાત્ર રીતે 643 ટન વજન અને 43.5 મીટર લાંબુ આ લોન્ચ વાહન ISROનું સૌથી ભારે લોન્ચ વાહન છે જેણે ચંદ્રયાન-2 મિશન સહિત અત્યાર સુધીમાં પાંચ સફળ ઉડાન પૂર્ણ કરી છે. આ 36 ઉપગ્રહોનું વજન 5805 ટન છે.
ISROના સુત્રોએ જણાવ્યું કે વર્તમાન મિશન LVM3-M3એ ન્યૂસ્પેસ ઇન્ડિયા લિમિટેડનું બીજું સમર્પિત કોમર્શિયલ સેટેલાઇટ મિશન છે, જે બ્રિટિશ કંપની M/s નેટવર્ક એક્સેસ એસોસિએટ્સ લિમિટેડ માટે હાથ ધરવામાં આવી રહ્યું છે. LVM-3 એ ISROના સૌથી ભારે પ્રક્ષેપણ વાહન GSLVMK-3નું નવું નામ છે જે સૌથી ભારે ઉપગ્રહોને નિશ્ચિત ભ્રમણકક્ષામાં લોન્ચ કરવાની ક્ષમતા ધરાવે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500