Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ISROએ અવકાશમાંથી પ્રભુ શ્રીરામના ભવ્ય મંદિરનો નજારો કેમેરામાં કેદ કર્યો

  • January 21, 2024 

પીએમ મોદી આવતીકાલે ઉદ્ઘાટન કરે તે પહેલા જ ISROએ અવકાશમાંથી પ્રભુ શ્રીરામના ભવ્ય મંદિરનો નજારો કેમેરામાં કેદ કરી લીધો છે. પહેલી વાર ISROએ સ્પેસમાંથી અયોધ્યા રામમંદિર તથા તેની આસપાસના સ્થળોની પણ તસવીરો લીધી છે.આ માટે ISRO દ્વારા ભારતીય રિમોટ સેન્સિંગ IRS સિરીઝના સ્વદેશી ઉપગ્રહની મદદ લેવામાં આવી હતી.


તસ્વીરમાં ભવ્ય રામમંદિર ઉપરાંત નીચેના ભાગમાં નવનિર્મિત રેલવે સ્ટેશન, સરયુ નદીનો કેટલોક વિસ્તાર, દશરથ મહેલ જેવા ભાગ પણ આવરી લેવાયા છે. આ તસ્વીર 16 ડિસેમ્બર 2023ના રોજ લેવામાં આવી હતી. એ પછી સમગ્ર ઉત્તરભારતમાં શીતલહેરને પગલે સર્વત્ર ધુમ્મ્સભર્યું,વાદળછાયું વાતાવરણ છવાઇ જતા બીજીવાર તસ્વીરો લઇ શકાઇ નહોતી.હાલના સમયમાં ભારત પાસે 50થી વધુ ઉપગ્રહો મોજુદ છે. જેનું રિઝોલ્યુશન એક મીટરથી ઓછું છે. એટલે એનો અર્થ એવો થયો કે એક મીટરથી ઓછો આકાર ધરાવતી વસ્તુની પણ સ્પષ્ટ તસ્વીર આપણા ઉપગ્રહો લઇ શકે છે.



આ તસ્વીરોને પ્રોસેસ કરવાનું કામ ISROના હૈદરાબાદ સ્થિત નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર NRSCમાં કરવામાં આવે છે. તસ્વીરો જાહેર પણ ત્યાંથી જ થાય છે. આ ઉપરાંત, તમને જાણીને નવાઇ લાગશે કે L એન્ડ T કંપની દ્વારા જ્યારે મંદિર નિર્માણની કામગીરી હાથ ધરવામાં આવી ત્યારે પણ તેમણે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ GPS આધારિત કો-ઓર્ડિનેટ્સ મેળવ્યા હતા, જેથી તેઓ એ સુનિશ્ચિત કરી શકે કે યોગ્ય જમીન પર જ મંદિરનું બાંધકામ થઇ રહ્યું છે.ISROની સ્વદેશી GPS સિસ્ટમ NavICનો તેમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application