Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મુંબઈનાં મઝગાંવ ડૉક-યાર્ડમાં નિર્માણ કરાયેલ INS મોર્મુગામાં છે ઘણી બધી વિશિષ્ટતાઓ, જાણો કેટલી છે વિશિષ્ટતાઓ

  • December 16, 2022 

મુંબઈનાં મઝગાંવ ડૉક-યાર્ડમાં નિર્માણ કરાયેલા INS મોર્મુગાઓમાં ઘણી બધી વિશિષ્ટતાઓ છે તેના સ્વીધ ગાઇડેડ મિસાઇલ્સ ડીસ્ટ્રોયરને આધુનિક યુદ્ધ માટે પૂરતું સક્ષમ બનાવે છે. આ યુદ્ધ નૌકા, નૌકાદળનું સૌથી વધુ સક્ષમ અને આધુનિક શસ્ત્રો ધરાવતું યુદ્ધ જહાજ છે. મહત્ત્વની વાત તે છે કે, તેનો બહારનો ભાગ સ્પેશ્યલ સ્ટીલથી બનાવેલો છે જેથી દુશ્મનના રેડાર તેને ટ્રેક કરી શકે તેમ નથી. આ યુદ્ધ જહાજમાં મધ્યમથી દૂર સુધી પ્રહાર કરી શકે તેવા SAM મિસાઇલ્સ વિવિધ નિશાનો પાડી શકે તેવા STS મિસાઇલ, ટોર્પિડો ટયુબ અને લૉન્ચર, સબમરીન વિરોધી રોકેટ લૉન્ચર, તેમજ સુપર રેપિડ ગન માઉન્ટ ઉપરાંત કોમ્બેટ મેનેજમેન્ટ સીસ્ટીમ, ઇન્ટીગ્રેટેડ પ્લેટફોર્મ મેનેજમેન્ટ સિસ્ટમ, ઓટોમેટેડ પાવર મેનેજમેન્ટ સિસ્ટમ, ફોલ્ડેબલ હેંગર ડોર્સ, ક્લોઝ- ઇન- વેપન સીસ્ટીમ અને બૉ-માઉન્ટેડ સોનાર સામેલ છે.



INS મોર્મુગાઓની લંબાઈ 163 મીટર, પહોળાઈ 17 મીટર અને 7,500 ટનનું 'ડિસ્પેસમેન્ટ' ધરાવે છે. તેને શક્તિશાળી ગેસ-ટર્બાઇનથી ઊર્જા મળે છે. તેથી તેની ગતિ કલાકનાં 48 કીલોમીટરની રહેશે. આ યુદ્ધ જહાજ નૌકાદળમાં સામેલ થવાથી, નૌકાદળની તાકત ત્રણ ગણી વધી જશે. 15-B શ્રેણીનું આ બીજું સ્વદેશી સ્ટીલ્ધ વિધ્વંસક મોર્મુગાઓ પરમાણુ, જૈવિક અને રાસાયણિક યુદ્ધ સમયે પણ બચાવ કરવા માટે સક્ષમ છે. આ પૂર્વે આ પ્રકારનું જ જહાજ INS વિશાખાપટનમ ગત વર્ષે નૌકાદળમાં સામેલ કરાયું છે.




આ જહાજ ઉપર બ્રહ્મોસ, બરાક-8 જેવા 8 મિસાઇલ્સ રહેશે. દેશના આ સૌથી વધુ આધુનિક યુદ્ધ જહાજ, એડવાન્સ્ડ ગાઇડેડ મિસાઇલ ડીસ્ટ્રોયરમાં ઇઝરાયલના મલ્ટી ફન્કશન, સર્વિલાંસ થ્રેડ એલર્ટ રડાર એમ.એફ. સ્ટાર લગાડાયા છે. તે કેટલાયે કી.મી. દૂરના લક્ષ્યને ઓળખી કાઢે છે જેથી ચોક્કસ નિશાન પાડી શકાય. તે ઉડતા વિમાન ઉપર 70 કિ.મી. દૂરથી અને જમીન કે સમુદ્ર પરના લક્ષ્ય પર 300 કિ.મી. દૂરથી નિશાન પાડી શકે છે. તેની ઉપર 127 મી.મી.ની ગન ગોઠવાયેલ છે તેમાં એકે 630 એન્ટી મિસાઇલ ગન સીસ્ટીમ પણ છે મોર્મુગાઓ ઉપર બે આરબીઇયુ 6000 પ્રકારના એન્ટી સબમરીન રોકેટ લોન્ચર છે ગમે તેટલી ખરાબ મોસમમાં તેની ઉપર હેલિકોપ્ટર ઉતરી શકે છે, ચઢી પણ શકે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application