Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

IMDની ચેતવણી : બંગાળની દક્ષિણ-પૂર્વ ખાડી તરફ વાવાઝોડું ‘માઈચૌંગ’ આવી રહ્યું છે, જયારે નિકોબાર ટાપુઓમાં ભારેથી અતિભારે વરસાદ

  • November 29, 2023 

બંગાળની દક્ષિણપૂર્વ ખાડી અને તેની નજીકના દક્ષિણ આંદામાન સમુદ્ર પરનો લો પ્રેશર એરિયો હવે સંપૂર્ણપણે લો પ્રેશર એરિયામાં ફેરવાઈ ગયો છે. બંગાળની દક્ષિણપૂર્વ ખાડી તરફ વાવાઝોડું માઈચૌંગ આવી રહ્યું છે. ત્યારે ભારતીય હવામાન વિભાગે આજે આ અંગે અલર્ટ જાહેર કર્યું છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે, બંગાળની ખાડીમાં હવામાનમાં ફેરફાર થવા જઈ રહ્યો છે જે વાવાઝોડાનું રૂપ પણ ધારણ કરશે. હવામાન વિભાગે જણાવ્યું કે, જે પ્રમાણે હવામાનની સ્થિતિ બની છે તે પ્રમાણે તેના પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ દિશા તરફ વધવાની આશા છે. આ હવામાનની સ્થિતિ ધીરે-ધીરે તારીખ 30 નવેમ્બર સુધી બંગાળની ખાડીના દક્ષિણમાં એક ઊંડો લો પ્રેશર એરિયો બની જશે. એ વાતની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, તેનાથી વધુ મજબૂતી મળશે.



આગામી 48 કલાકની અંદર દક્ષિણ-પશ્ચિમ અને તેની નજીક દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી ઉપર આ એક ચક્રવાતી વાવાઝોડું 'માઈચૌંગ'માં ફેરવાઈ જશે. હવામાન વિભાગે એ પણ જણાવ્યું કે, નિકોબાર ટાપુઓના મોટા ભાગના સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. તારીખ 29 નવેમ્બરથી લઈને 1 ડિસેમ્બરની વચ્ચે નિકોબાર ટાપુઓમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આંદામાન ટાપુઓમાં મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. તારીખ 30મી નવેમ્બરે પણ ભારે વરસાદ જોવા પડી શકે છે. IMDએ જણાવ્યું કે, 25-35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોરદાર પવન ફૂંકાશે જે 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પહોંચવાનું પણ અનુમાન છે.



આ પવનો 29 નવેમ્બરે દક્ષિણ આંદામાન સમુદ્રને અડીને આવેલા આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ફૂંકાય તેવી શક્યતા છે. 30 નવેમ્બરે બંગાળની ખાડીના દક્ષિણ-પૂર્વમાં 40-50 કિમી પ્રતિ કલાકથી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. તારીખ 1 ડિસેમ્બર સુધીમાં આ પવનની ઝડપ 50-60 કિલોમીટર પ્રતિ કલાકથી વધીને 70 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચવાનું અનુમાન છે. તારીખ 2 ડિસેમ્બરે આ પવન 60-70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 80 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application