તાપી જિલ્લાના ખેડૂતોએ ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓના ઘટકો જેવા કે ખેત ઓજાર, એગ્રો સર્વિસ પ્રોવાઈડર, પાકમુલ્ય વૃદ્ધિ, ફાર્મ મશીનરી બેંક, મિલેટ પ્રોસેસિંગ યુનિટ, તાડપત્રી, પાક સંરક્ષણ સાધનો-પાવર સંચાલીત, પંપ સેટ્સ, સોલાર પાવર યુનિટ/કીટ, વોટર કેરીંગ પાઇપલાઈન અને રાઈડ ઓન સેલ્ફ પ્રોપેલ્ડ મલ્ટીપર્પઝ ટૂલબાર સનેડો માટે આઇ ખેડુત પોર્ટલ (www.ikhedut.gujarat.gov.in.) પર તારીખ ૨૧ સપ્ટેમ્બરથી ૨૭ સપ્ટેમ્બર સવારે ૧૦:૩૦ કલાકથી દિન-૭ માટે ઓનલાઈન અરજીઓ મેળવવા માટે ખુલ્લુ મુકવામાં આવશે. ખેતીવાડીની યોજના હેઠળ લાભ મેળવવા માંગતા હોય, તેવા ખેડૂત મિત્રોએ અરજી કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી,તાપીની યાદીમાં જણાવાયું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500