ગોવાથી બોરોડા ખાતે ટેમ્પામાં લઈ જવાતો વિદેશી દારુના જથ્થા સાથે એક આરોપીને નિઝરનાં વાંકા ચાર રસ્તા પાસેથી ઝડપી પાડી દારુ ભરાવનાર અને મંગાવનાર બે જણાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
નિઝર તાલુકાનાં વાંકા ચાર રસ્તા પાસેથી રાત્રે સુરત રેંજ આઈજીની ટીમ ઓપરેશન ગૃપમાં માણસોએ આઈસર ટેમ્પો નંબર જીજે/06/એઝેડ/7831 ને ઝડપી પાડી તપાસ હાથ ધરતા ટેમ્પામાંથી ભારતીય બનાવટનો વિદેશી દારુ વિસ્કી તથા ટીન બિયર 431 પુઠાના બોક્ષમાં કુલ બોટલો નંગ-6264 જેની કિંમત રૂપિયા 27,14,400/- નો ઈંગ્લીશ દારૂ ભરેલ ટેમ્પો ગોલ્ડન બ્રીજ બરોડા ખાતે લઈ જતો હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું.
આ બનાવમાં પોલીસે આઈસર ટેમ્પો જેની આશરે કિંમત રૂપિયા 10 લાખ તથા આરોપી પાસેથી મળી આવેલ મોબાઈલ ફોન નંગ-2 જેની કિંમત રૂપિયા 55,00/- મળી કુલ રૂપિયા 37,19,400/- ના મુદ્દામાલ સાથે ટેમ્પો ચાલક અલતાફભાઇ અબ્દુલભાઇ કાલખેરી રહે, લોક્કોપન હક્કાલ,વિધ્યાનગર જે.આર.ડી ક્રોસ્સ હુબલી કર્નાટક નાને ઝડપી લીધો હતો. તેમજ દારૂનો જથ્થો ભરાવનાર ગોવા દાદાપીરનો ઇસમ અને દારૂનો જથ્થો મંગાવનાર બરોડાનો અશોક મારવાડી નામના શખ્સ ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationહવામાન વિભાગે આગામી ચાર દિવસ ગરમીને લઈને હિટવેવની આગાહી કરી
April 06, 2025