ડાંગ જિલ્લા મહિલા અને બાળ વિકાસ યોજના કચેરી (ICDS), અને જિલ્લા દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારીના માર્ગદર્શન હેઠળ, તથા ભારતીય ઉધમિતા વિકાસ સંસ્થાનના (EDII) ઉપક્રમે તા.૨૫/૮/૨૦૨૩ના રોજ આહવા તાલુકાના જામલાપાડા ખાતે મહિલા જાગૃતિ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં મહિલા અને બાળ વિકાસ યોજનાની કચેરીના DHEW ના જિલ્લા કો-ઓર્ડીનેટર, અને જેન્ડર સ્પેસ્યાલીસ્ટ દ્વારા મહિલાલક્ષી યોજનાઓ જેવી કે, વ્હાલી દિકરી યોજના, ગંગા સ્વરુપા આર્થીક સહાય યોજના, ગંગા સ્વરુપા પુન:લગ્ન આર્થિક સહાય યોજના, મહિલા સ્વાવલંબન યોજના, PSBC (પોલીસ સ્ટેસન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર)ની માહિતી આપવામાં આવી હતી.
૧૮૧-અભયમ ટીમના કાઉન્સેલર અને સખી વન સ્ટોપ સેન્ટરના કેદ્ર સંચાલક દ્વારા સેન્ટરની સેવાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. પ્રોજેક્ટ ઓફિસર ભારતિય ઉધમિતા વિકાસ સંસ્થાન દ્વારા ગામના સ્વ-સહાય જુથના બહેનોને, ખેત પેદાશ આધારીત ઉધોગને અનુરૂપ માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યુ હતુ. આ સંસ્થા દ્વારા બહેનોને તાલીમ પણ આપવામાં આવી રહી છે. તાલીમ દરમ્યાન નાગલી અને વરઇની અલગ અલગ વસ્તુઓ (વાનગીઓ) બનાવવાની તાલીમ આપવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500