Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

I.M.F.એ પાકિસ્તાનને 3 અબજ ડોલરની મદદ કરવાની જાહેરાત કરી : પાકિસ્તાનને લોન ના મળતે તો તકલીફ વધી શકતે

  • July 01, 2023 

કંગાળ પાકિસ્તાને આઈ.એમ.એફ. આગળ કરેલી કાકલૂદીઓ આખરે કામ આવી છે. આઈ.એમ.એફ. (ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ) દ્વારા હવે પાકિસ્તાનને 3 અબજ ડોલરની મદદ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આમ પાકિસ્તાન પર દેવાળિયા જાહેર થવાનો ખતરો પણ હાલ પૂરતો ટળી ગયો છે. આઈ.એમ.એફ.એ વર્ષ-2019માં પાકિસ્તાનને 21મી વખત લોન આપી હતી અને આ સમય મર્યાદા 30 જૂને પૂરી થતી હતી. જો આઈ.એમ.એફ. વધુ લોન ના આપત તો પાકિસ્તાનની તકલીફ વધી શકી હોત.


દેશમાં એમ પણ બેકારી અને ભૂખમરા જેવી સ્થિતિ છે અને તેમાં દેવાળિયા થવાના કારણે લોકોની મુશ્કેલી વધતી. પાકિસ્તાનમાં લોકો શ્રીલંકાની જેમ સરકાર સામે બગાવત પણ કરત તેવો ડર પણ હતો. આ ત્રણ અબજ ડોલરની લોન એક સ્ટેન્ડબાય એગ્રીમેન્ટ છે. હજી તેને આઈ.એમ.એફ.ના બોર્ડની મંજૂરી મવાની બાકી છે. જોકે બોર્ડ દ્વારા પણ મંજૂરી આપવામાં આવશે તે નિશ્ચિત છે. આઈ.એમ.એફ. બોર્ડની બેઠક જુલાઈમાં થવાની છે અને તેમાં આ ડીલને મંજૂરી આપવામાં આવી છે કે નહી તે ખબર પડશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application