નરોડા વિસ્તારમાં રહેતા અને બેન્કમાં લોન મેનેજર તરીકે ફરજ બજાવતો યુવક પત્નીને મેસેજ કરીને આપઘાત કરવા ગયો હતો. આ બનાવની જાણ થતાં નરોડા પોલીસે મોબાઇલ લોકોશન આધારે મોડાસા પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસની સતર્કતાથી યુવકને પોલીસે આપઘાત કરતાં પહેલા બચાવી લીધો હતો.
આ કેસની વિગત એવી છે કે ,નરોડા વિસ્તારમાં બેન્કમાં લોન મેનેજર તરીકે ફરજ બજાવતા યુવકે પોતાની પત્નીને મેસેજ કર્યો હતો કે હું લાંચના આરોપો સાથે જીવી શકું તેમ નથી કોઇની પાસેથી પૈસા લીધા નથી જેટલી તપાસ કરવી હોય તેટલી કરો હું કદાચ તમને નહી મળું કારણ કે મને પણ ખબર નથી હું ક્યાં જઇશ આ પ્રમાણેનો મેસેજ કરીને યુવક આપઘાત કરવા ઘર છોડીને ગયા હતા.
તેમની પત્નીએ હેલ્પ લાઇનમાં ફોન કરીને નરોડા પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે યુવકના મોબાઇલ લોકેશન આધારે મોડાસા ગ્રામ્ય પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસને સતર્કતાના કારણે યુવકનો જીવ બચી ગયો હતો. નરોડા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર સંજય ભાટિયાના જણાવ્યા મુજબ યુવક બેન્કમાં લોન મેનેજર તરીકે નોકરી કરતા હતા બેન્કમાંથી લોન લીધા બાદ કેટલા લોકો લોન ભરતા ન હતા જેથી યુવક સતત ટેન્શનમાં રહેતા હતા જેથી આપઘાત કરવાના ઇરાદે ઘર છોડીને જતા રહ્યા હતા જો કે પોલીસે સમય સુચકતા વાપરીને બચાવી લીધા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500