ચીખલીનાં રાનકુવામાં પત્ની સાથે માથાકુટ થતા પતિએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. બનાવની વિગત એવી છે કે, ધર્મિષ્ઠાબેન કલ્પેશભાઈ પટેલ (ઉ.વ.૪૦., રહે.ઘર નં-૧૮ પંચવટી સોસાયટી, રાનકુવા, તા.ચીખલી)એ પોલીસ મથકમાં આપેલ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, તેમના પતિ કલ્પેશભાઈ મકનજીભાઈ પટેલ (ઉ.વ.૪૯)ને નશો કરવાની ટેવ હતી અને કોઈ કામ ધંધો કરતો ન હતો.
ત્યારે પતિ-પત્ની વચ્ચે અવાર નવાર બોલચાલ થતી હતી. જોકે ગુરુવારની રોજ સાંજના સમયે બંન્ને વચ્ચે બોલાચાલી થતા તેઓ તેના ભાઈ ના ઘરે સુરખાઈ જતી રહેતા કલ્પેશભાઈ ત્યાં પહોંચી બોલાચાલી કરી હતી. મોડી રાતે પત્ની અને પુત્રી કોમ્પલેક્ષમાં ઘરની બાજુમાં રહેતા પડોશી ને ત્યાં રહેવા જતા તે વાતે કલ્પેશભાઈ પટેલને ખોટુ લાગી આવતા રાત્રીના સમયે ત્યાંથી જતો રહ્યો હતો ત્યારબાદ શુક્રવારના રોજ વહેલી સવારે ઉઠીને જોતા કલ્પેશભાઈ ઘરે ન દેખાતા અને તેની શોધખોળ કરતા રાનકુવાથી ટાંકલ જતા માર્ગ પર આવેલ રાજહંસ કોમ્પલેક્ષની પાછળ પાર્કિંગ પાસે લોખંડના એંગલ સાથે ખાટલાની પાટી બાંધી ગળે ફાંસો ખાઈ આત્મ હત્યા કરી લીધેલી હાલતમા મળ્યો હતો. આમ, પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500