Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

યુરોપમાં આ વર્ષે ગરમ હવામાનથી કેટલા લોકોનાં થયા મોત, જાણો વધુ વિગત....

  • November 08, 2022 

યુરોપના દેશોમાં આ વર્ષે જળવાયુ પરિવર્તનના કારણે ભારે નુકશાન થયું છે. કેટલાક દેશોમાં અસાધારણ વરસાદ અને હીટવેવને કારણે દુષ્કાળ અને જંગલમાં લાગેલી આગ જેવી ઘટનાઓએ સમગ્ર વિશ્વને ચિંતામાં મૂકી દીધું હતું. જોકે સોમવારે યુરોપ માટે WHOનાં પ્રાદેશિક નિર્દેશક હંસ હેનરી ક્લુગે જણાવ્યું હતું કે, આ વર્ષે યુરોપમાં ગરમ ​​​​હવામાનથી ઓછામાં ઓછા 15,000 લોકો મૃત્યુ થઈ ચૂક્યા છે. આ આંકડા એકદમ ચોંકાવનારા છે. ક્લુઝે જણાવ્યું કે, અત્યાર સુધી રજૂ કરાયેલા દેશના ડેટાના આધારે એવો અંદાજ છે કે, 2022માં ખાસ કરીને ગરમીના કારણે ઓછામાં ઓછા 15,000 લોકોના મોત થયા હતા.

યુરોપના સ્પેનમાં લગભગ 4,000, પોર્ટુગલમાં 1,000થી વધુ, યુનાઈટેડ કિંગડમમાં 3,200થી વધુ અને જર્મનીમાં લગભગ 4,500 મૃત્યુની સૂચના સ્વાસ્થ્ય અધિકારીઓએ ગરમીઓના મહિના દરમિયાન આપી હતી. યુરોપમાં તાપમાન 1961-2021ના સમયગાળા દરમિયાન લગભગ 0.5 °C પ્રતિ દાયકાના સરેરાશ દરે નોંધપાત્ર રીતે ઘણું ગરમ થઈ ગયું છે. વર્લ્ડ મીટીરોલોજીકલ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએમઓ) દ્વારા આ અઠવાડિયે શરૂ કરાયેલા એક અહેવાલ મુજબ, તે સૌથી ઝડપી વોર્મિંગ ક્ષેત્ર છે.


છેલ્લા 50 વર્ષોમાં યુરોપિયન પ્રદેશમાં ભારે તાપમાનને કારણે 1,48,000થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારબાદથી માત્ર 1 વર્ષમાં 15,000થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. વર્ષ 2021માં હવામાન અને આબોહવાની ઘટનાઓને કારણે સેંકડો લોકો મૃત્યુ પામ્યા અને અડધા મિલિયનથી વધુ લોકો પ્રભાવિત થયા હતા. આ ઘટનાઓમાંથી લગભગ 84 ટકા પૂર અથવા વાવાઝોડા હતા. ક્લુઝે કહ્યું કે, વૈશ્વિક સરેરાશ તાપમાનમાં 1.1 ° સેના વધારા સાથે અમારા પ્રદેશના લોકોના સ્વાસ્થ્યને અસર થઈ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application