રાજસ્થાનમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પુષ્કર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. પુષ્કર પશુ મેળામાં આયોજિત ઘોડાની કિંમત સાત કરોડ રૂપિયા કરતાં વધારે બતાવવામાં આવી છે. આમ આ ઘોડો લક્ઝરી કાર કરતાં પણ વધારે મોંઘો છે. આ ઘોડાને જોવા માટે લોકો મોટી સંખ્યામાં આવી રહ્યા છે. આ ઘોડાને બિસ્લેરી બોટલમાંથી પાણી પીવડાવવામાં આવી રહ્યું છે. તેને એક જ વખતમાં દેશી ગાયનું પાંચ લિટર દૂધ પીવડાવાય છે અને આવું દૂધ તેને ત્રણ વખત પીવડાવાય છે.
આમ, આ ઘોડો અને તેની જાળવણી લક્ઝરી કારોને પણ પાછળ રાખી દે તેવી છે. પુષ્કર મેળામાં આવેલો આ ઘોડો મારવાડી નસ્લનો ફ્રેજેન્ડ ઘોડો છે. ઘોડાના માલિક યુવરાજ જાડેજા તેને ભગવાનનું સ્વરૂપ માને છે. યુવરાજે ચાર લોકોને ઘોડાની સેવામાં લગાવી રાખ્યા છે. ફ્રેજેન્ડની લંબાઈ 64 ઇંચથી પણ વધારે છે. તે જોવામાં સુંદર અને આકર્ષક છે. તેને જોવા માટે મેળામાં પણ મોટી સંખ્યામાં ભીડ આવે છે. ઘણા દેશી-વિદેશી પ્રવાસી ફ્રેજેન્ડની સાથે સેલ્ફી લઈ રહ્યા છે. ફ્રેજેન્ડ નસ્લના બે ઘોડાને વેપારીઓએ લાખો રૂપિયામાં ખરીદ્યા છે. હવે ફ્રેજેન્ડનો ભાવ સાત કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે.
જોકે સાત કરોડ રૂપિયાની જંગી રકમ છતાં યુવરાજે તે ઘોડો વેચવાનો ઇન્કાર કરી દીધો છે. યુવરાજને આ ઘોડા પ્રત્યે એટલો લગાવ છે કે, તેણે આજ સુધી બીજા કોઈને તેની સવારી કરવા દીધી નથી. જાડેજા મુજબ યુવરાજ ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત કેટલાય રાજ્યોમાં રમાયેલી 11 સ્પર્ધામાં ચેમ્પિયન રહી ચૂક્યો છે. યુવરાજ પાસે મારવાડી નસ્લના 35 ઘોડા છે, પણ તે ફ્રેજેન્ડને વધુ પસંદ કરે છે. તેઓ ફ્રેજેન્ડને દેશી ગાયનું 5 લિટર દૂધ દિવસમાં ત્રણ વખત આપે છે. તેની સાથે મગફળી ચણા આપવામાં આવે છે. વીઆઇપીની જેમ તેને બિસલેરમાંથી પાણી પીવડાવાય છે. તેની દરરોજે વેટરનરી તપાસ કરવામાં આવે છે. આમ એક વીઆઇપીની જેમ તેની દેખભાળ કરાય છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500