મધ્યપ્રદેશના રાજયપાલ તરીકે હોદો સંભાળ્યા બાદ પહેલી વખત નવસારી આવતા મહામહિમ શ્રી મંગુભાઇ પટેલનું નવસારી જિલ્લાની સામાજિક ઍવમ શૈક્ષણિક સંસ્થા દ્વારા સન્માન સમારોહ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતું.
નવસારીના બી.આર.ફાર્મ ખાતે મહામહિમ રાજયપાલશ્રી મંગુભાઇ પટેલના આ સન્માન સમારોહ કાર્યક્રમમાં રાજયના વનમંત્રી શ્રી રમણલાલ પાટકર, વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી આર.સી.પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ભુરાભાઇ શાહ, નવસારીના ધારાસભ્ય શ્રી પિયુષભાઇ દેસાઇ, ગણદેવીના ધારાસભ્ય શ્રી નરેશભાઇ પટેલ ઉપસ્થિત રહયાં હતાં.
આ અવસરે મધ્યપ્રદેશના મહામહિમ રાજયપાલ શ્રી મંગુભાઇ પટેલે જણાવ્યું હતું કે, ગરીબ ઘરનો દિકરો આજે મહામહિમ રાજયપાલ બની જાય તેવી કોઇ કલ્પના કરી ન હતી. નવસારીના માટે તો હું દિકરો છુ ભાઇ છુ, મોટોભાઇ છું પછી રાજયપાલ છું તેમ જણાવ્યું હતું. નવસારીઍ જે મને પ્રેમ આપ્યો છે તે અનહદ આપ્યો છે. રાજયપાલશ્રીઍ નવસારી નગરપાલિકામાં વર્ષ ૧૯૮૨ માં સભ્યપદથી રાજકીય સફર શરૂ કરી હતી. ત્યારબાદ નવસારી અને ગણદેવીના ધારાસભ્ય તરીકે રહયા હતાં. મને મળેલા મારા મા-બાપના સંસ્કાર તેમજ રાષ્ટીય સંઘ થકી જીવનમાં ઉતારવા માટે ઘણુબધુ ભાથુ મળ્યું છે તેમ જણાવ્યું હતું. પોતાની રાજકીય કારકિર્દીમાં ખૂબ જ ધીરજ રાખી કામગીરી કરી હતી. તેઓની લાંબી કારકિર્દી દરમિયાન કડવા-મીઠા અનુભવો વાગોળ્યા હતાં.
આ પ્રસંગે વન અને આદિજાતિ વિભાગના રાજયમંત્રી શ્રી રમણલાલ પાટકરે જણાવ્યું હતું કે, રાજયપાલશ્રી મંગુભાઇ પટેલ ખૂબ જ નિખાલસ સ્વભાવના છે. તેઓઍ જીવનમાં દરેક ચડતી-પડતી પરિસ્થિતિ જાઇ છે. તેઓની કારકિર્દીમાં કોઇ દાગ લાગ્યો નથી. મધ્યપ્રદેશના મહામહિમ રાજયપાલ તરીકે જે હો્દો મળ્યો તે નવસારી જિલ્લા માટે ખૂબ ગૌરવ લેવા જેવી બાબત છે.આ પ્રસંગે વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રીઍ પણ મહામહિમ રાજયપાલશ્રીને શુભેચ્છા આપી તેઓની સાદગી અને કામ કરવાની પધ્ધતિ વિશે વાતો કરી હતી.પ્રારંભમાં નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ભુરાલાલ શાહ, શ્રી કનુભાઇ, શ્રી કરસનભાઇ ટીલવા, શ્રી મફતભાઇઍ મહામહિમ રાજયપાલશ્રી મંગુભાઇ પટેલ સાથે કરેલી કામગીરીની વિસ્તૃત ચર્ચા કરી, અભિનંદન પાઠવ્યા હતાં. સન્માન સમારોહ કાર્યક્રમમાં મહામહિમ રાજયપાલશ્રીને શિક્ષકશ્રી જીતુભાઇ પટેલે પોતે તૈયાર કરેલો અશોકસ્તંભ અર્પણ કર્યો હતો. તેમજ ચેમ્બર ઓફ કોમર્સ, સેવાકીય સંસ્થા, દરેક સમાજના અગ્રણીઓઍ મહામહિમ રાજયપાલશ્રીને અભિનંદન પાઠવી સન્માનિત કરવામાં આવ્યા હતાં.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500