રાજકોટમાં હોટલમાં કામ કરતા વેઇટરની પત્ની બીમાર હોય સારવાર માટે પૈસાની જરૂર હોય વેઇટરે માલિકના ૧.૫૦ લાખ ચોરી કર્યા જેમાંથી ફકત એક લાખની જ જરૂર હોય વધેલા ૫૦ હજાર માલિકને ઓનલાઇન ટ્રાન્સફર કર્યા.
મળતી માહિતી અનુસાર રજપૂતપરા શેરી નંબર ૩માં આવેલી સિટી ઇન હોટલમાં બે માસ પહેલાં થયેલી રૂા.૧.૫૦ લાખની ચોરીના ગુનામાં સંડોવાયેલા વેઇટરને ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે ધરપકડ કરી પૂછપરછ કરતા પોતાની પત્ની બીમાર હોવાથી રૂા.૧.૫૦ લાખની ચોરી કરી હોવાની કબુલાત આપી સારવારમાં એક લાખનો ખર્ચ થયો હતો અને બાકી બચેલા રૂા.૫૦ વેઇટરે પોતાના શેઠને ગુગલ પેથી બેન્ક એકાઉન્ટમાં જમા કરાવી દીધાની કબુલાત આપી છે.
માહિતી અનુસાર યાજ્ઞિક રોડ પર વિવેકાનંદજીના સ્ટેચ્યુ પાસે ધરીત્રી એપાર્ટમેન્ટમાં રહેતા અને રજપૂતપરા શેરી નંબર ૩માં સિટી ઇન હોટલ ધરાવતા કિશોરભાઇ નાથાલાલ બારાઇએ પોતાની હોટલમાં છેલ્લા છ વર્ષથી વેઇટર તરીકે નોકરી કરતા મુળ અમદાવાદના શીરીનંધનગરના મેકલુમ મેકડોનાલ્ડ ઉર્ફે જેમ્સ માલ્કમ કેન્નેથ ગત તા.૮ જુલાઇએ કાઉન્ટરના ખાનામાંથી રૂા.૧.૫૦ લાખની ચોરી કરી ભાગી ગયાની એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
ચોરીના ગુનામાં સંડોવાયેલા મેકડોનાલ્ડ ઉર્ફે જેમ્સ ક્રિશ્ર્ચિન ગ્રીન્ડ લેન્ડ ચોકડી પાસે આવ્યાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે ધરપકડ કરી તેની પૂછપરછ કરતા પોતાની પત્ની બીમાર હોવાથી હોટલના કાઉન્ટરમાંથી રૂા.૧.૫૦ લાખની ચોરી કરી હોવાની કબુલાત આપી હતી. સારવારનો ખર્ચ એક લાખ થયો હતો અને બાકી રહેલા રૂા.૫૦ હજાર પોતાના શેઠ કિશોરભાઇ બારાઇના બેન્ક એકાઉન્ટમાં ગુગલ પે દ્વારા પરત જમા કરાવી દીધાની કબુલાત કરી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500