Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારા ખાતેની હોમિયોપેથિક કોલેજમાં પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થીઓ માટે નિ:શુલ્ક આરોગ્ય તપાસણીનું આયોજન કરાયું

  • September 21, 2023 

વ્યારાનાં તાડકુવા ખાતેની સી.એન. કોઠારી હોમિયોપેથિક મેડિકલ કોલેજ અને રીસર્ચ સેન્ટર, વ્યારા સંલગ્ન કાલીદાસ હોસ્પિટલ દ્વારા તાડકુવા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે સ્વ.શ્રી જગદીશભાઈ ચંદુલાલ શાહ (કાચવાલા)ની પુણ્યતિથિ નિમિત્તે કાલીદાસ હોસ્પિટલ વ્યારા ખાતે નિ:શુલ્ક આરોગ્ય તપાસણી કાર્યક્રમનું આયોજન તારીખ 20મી સપ્ટેમ્બર 2023ના રોજ કરવામાં આવ્યું હતું. જેમાં વ્યારા તાલુકાના ધારાસભ્ય મોહનભાઈ કોકણી, કેયુરભાઈ શાહ, રાકેશભાઈ શાહ, કૌશાંગભાઈ શાહ, રમાબેન શાહ,  ટ્રસ્ટીઓ,  ડો.અજયભાઈ દેસાઈ અને  કોલેજના આચાર્ય ડૉ. જ્યોતિ રાવ દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો. આરોગ્ય તપાસણી કાર્યક્રમ દરમિયાન શાળાના વિદ્યાર્થીઓને બિસ્કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓની આરોગ્ય તપાસ ડો.ભાવિન મોદી, ડો.સ્વપ્નિલ ખેંગાર અને ડો.વૈશાલી ચૌધરી દ્વારા કરવામાં આવી હતી. સમગ્ર હેલ્થ ચેકઅપ કાર્યક્રમનું આયોજન કોલેજના પ્રિન્સિપાલ ડૉ.જ્યોતિ રાવના માર્ગદર્શન હેઠળ ડૉ.વૈશાલી ચૌધરી અને દક્ષેશ શાહ શિબિર સમિતિના અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application