રંગોના પર્વ ધૂળેટીની સોનગઢ-વ્યારા સહિત જિલ્લાભરમાં સોમવારના રોજ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ હતી.નાના બાળકોથી લઈને અબાલ-વૃધ્ધ સૌ કોઈએ એકબીજાને અબીલ-ગુલાલ વડે ધૂળેટી પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.ધૂળેટી પર્વને લઈને યુવક-યુવતીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.કેટલાક સ્થળોએ ડી.જે. સાથે યુવક-યુવતીઓએ પર્વની ઉજવણી કરી હતી.
હોળી પર્વના બીજા દિવસે લોકો દ્વારા રંગોના પર્વ ધૂળેટીની ઉજવણી કરતા હોય છે.સોમવારના રોજ ધૂળેટી પર્વ નિમિત્તે જિલ્લાના યુવાધન સહિત અબાલ-વૃધ્ધ સૌ કોઈમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.વહેલી સવારથી જ લોકોએ એકબીજા પર ગુલાલની છોળો ઉડાડી ધૂળેટીની શુભેચ્છાઓ પાઠવી હતી.
ખાસ કરીને પર્વને લઈ નાના બાળકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો
ખાસ કરીને પર્વને લઈ નાના બાળકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને પિચકારી લઈ એકબીજા પર પાણી ઉડાડતા તેમજ રંગ છાંટતા નજરે પડયા હતા.કેટલાક લોકો એકબીજા સાથે ગ્રુપમાં મળીને મિત્રોના ઘરે જઈ રંગ છાટી એકબીજાને પર્વની શુભેચ્છા પાઠવી હતી.જોકે બપોર બાદ વિવિધ વિસ્તારોમાં મહિલાઓએ પણ પર્વની રંગેચંગે ઉજવણી કરી હતી.સોનગઢ-વ્યારા સહીત જિલ્લાભરમાં હોળી અને ધૂળેટીના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.ધૂળેટીના ઉત્સવમાં તાપી જીલ્લો યુવારંગે રંગાયું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500