Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાંસદા APMCની ચૂંટણીમાં ભાજપની ઔતિહાસિક જીત,કોંગ્રેસના સૂપડાં સાફ થયા

  • April 19, 2023 

નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં એપીએમસીની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી. જ્યારે, બુધવારે સવારે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ભાજપ અને કોંગ્રેસ પેનલના ઉમેદવારોની મત ગણતરી શરૂ થઈ હતી. મત ગણતરી પૂર્ણ થયા બાદ પરિણામની જાહેરાત કરવામાં આવી હતી,જેમાં ઇતિહાસમાં પ્રથમવાર 16 ડિરેક્ટર તરીકે ભાજપ સમર્પિત પેનલના ઉમેદવારો વિજય થતા કોંગ્રેસના સૂપડાં સાફ થઈ ગયા હતા. ઐતિહાસિક જીત બાદ ભાજપના કાર્યકર્તાઓ ફટાકડાં ફોડી ઉજવણી કરી હતી.


બુધવારે સવારે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના પ્રાંગણમાં એપીએમસીની ચૂંટણીની મત ગણતરી કરવામાં આવી હતી. ચૂંટણી અધિકારી,જિલ્લા રજિસ્ટ્રાર અરવિંદ અંસારી અને તેમની ટીમે સહકારી આગેવાન, ખેડૂતો તથા ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓની હજારીમાં આ મતગણતરી કરી હતી,જેમાં સહકારી ખરીદ વેચાણ મંડળીઓના ભાજપ પેનલના ગણપતસિંહ ચૌહાણને કાલિદાસ ચૌધરી કરતા વધુ મત મળતા વિજેતા જાહેર કરાયા હતા.



ભાજપની ઔતિહાસિક જીતઆ ચૂંટણીમાં ભાજપના કાંતિલાલ પટેલ,ખેડૂત મત વિભાગમાં જગુભાઈ આહીર,કાંતિલાલ ગાંગોડા,દેવલુભાઈ ગાયકવાડ,અમૃતભાઇ દેશમુખ,ઉક્કડભાઈ પટેલ, દિનેશભાઈ પટેલ, મણીભાઈ પટેલ,સુનિલભાઈ પટેલ,સુમનભાઈ પટેલ,સુરેશભાઇ પટેલને કોંગ્રેસ ઉમેદવાર કરતા વધુ મત મળતા વિજેતા જાહેર કરાયા હતા. આ ચૂંટણીમાં કોંગ્રેસના સૂપડાં સાફ થતાં ભાજપે ઐતિહાસિક જીત મેળવી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application