હિન્દી દિવસ દર વર્ષે તારીખ 14 સપ્ટેમ્બરનાં રોજ માનવામાં આવે છે. માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વનાં અનેક દેશોમાં હિન્દી ભાષા બોલનારા લોકો વસે છે. હિન્દી ભારતની રાષ્ટ્રભાષા એટલે કે National Language છે. દુનિયાની ભાષાઓનો ઈતિહાસ રાખતી સંસ્થા Ethnologue અનુસાર હિન્દી દુનિયામાં સૌથી વધુ બોલવામાં આવતી ત્રીજી ભાષા છે.
તારીખ 14 સપ્ટેમ્બર, 1949નાં રોજ સંવિધાન સભાએ સર્વાનુમતે નિર્ણય લીધો હતો કે, ભારતની 'રાષ્ટ્રભાષા' હિન્દી રહેશે. આ નિર્ણય લેવાયા પછી દરેક ક્ષેત્રમાં પ્રસારિત કરવા માટે રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ, વર્ધાના અનુરોધ પર વર્ષ 1953થી સમગ્ર ભારતમાં તારીખ 14 સપ્ટેમ્બરનાં દિવસને દર વર્ષે 'હિન્દી દિવસ' તરીકે મનાવવાની શરૂઆત થઈ હતી. જયારે આ વર્ષે 70મો રાષ્ટ્રીય હિન્દી દિવસ માનવામાં આવી રહ્યો છે.
ભારત વિવિધ સંસ્કૃતિઓ, પરંપરાઓ અને ભાષાઓનો દેશ છે. ભારતમાં સૌથી વધુ ભાષાઓ બોલવામાં આવે છે. ભારતના દરેક રાજ્યની પોતાની જુદી સાંસ્કૃતિક, રાજકીય અને ઐતિહાસિક ઓળખ છે. તેમ છતાં હિન્દી ભારતમાં સૌથી વધુ બોલાતી ભાષા છે. આ કારણે જ મહાત્મા ગાંધીએ હિન્દીને ‘જનમાનસ’ની ભાષા કહી હતી. તેમણે વર્ષ-1918માં આયોજિત હિન્દી સાહિત્ય સંમેલનમાં હિન્દીને રાષ્ટ્રભાષા બનાવવા માટે જણાવ્યું હતું.
ભારતમાં આજે હિન્દી ભાષા સૌથી વધુ ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી, હિમાચલપ્રદેશ, ચંડીગઢ, બિહાર, ઝારખંડ, મધ્યપ્રદેશ, હરિયાણા, રાજસ્થાન અને છત્તીસગઢ રાજ્યોમાં તેમજ પાકિસ્તાન, મોરેશીયસ, થાઈલેન્ડ, ફીજી અને સુરિનામ દેશોમાં બોલાય છે, જયારે ફીજીમાં ત્રણ ઓફિસિયલ લેંગ્વેજ પૈકીની એક હિન્દી ભાષા છે.
વધુમાં હિન્દી દેવનાગરી લિપિમાં લખવામાં આવે છે અને શબ્દાવલીનાં સ્તર પર મોટા પ્રમાણમાં સંસ્કૃતનાં શબ્દોનો પ્રયોગ કરવામા આવે છે. ઉર્દૂ નસ્તાલિકમાં લખવામાં આવે છે અને શબ્દાવલીના સ્તર પર તેના પર ફારસી અને અરબી ભાષાની અસર વધારે છે. વ્યાકરણિકરૂપે ઉર્દૂ અને હિન્દીમાં લગભગ સો ટકા સમાનતા છે.
જયારે સમગ્ર વિશ્વમાં 140 કરોડથી વધુ લોકો અંગેજી ભાષા બોલે છે જેથી એવું પણ કહી શકાય કે અંગ્રેજી હવે વિશ્વની સૌથી વધુ પસંદગીની કોમ્યુનિકેશન લેંગ્વેજ બની ગઈ છે. જયારે બીજા નંબર પર ચાઈનીઝ મેન્ડરિન (Mandarin) છે જેને બોલનારા લગભગ 100 કરોડ છે અને ત્રીજા નંબર પર હિન્દી છે જેને 60 કરોડથી વધુ લોકો બોલે છે. હિન્દી ભાષામાં 11 સ્વરો અને 35 વ્યંજન છે, પરંતુ પરંપરાગત હિન્દી મૂળાક્ષરોની વાત કરીએ તો તેમાં 13 સ્વરો અને 33 વ્યંજન માનવામાં આવે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500