હિમાચલ પ્રદેશનાં મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુક્ખૂને કોરોના સંક્રમણ થઈ ગયો છે. જોકે સોમવારે તેમનો રિપોર્ટ આવ્યો છે, જેમાં તેઓ કોરોના પોઝિટિવ છે. મુખ્યમંત્રી સુક્ખૂ દિલ્હીમાં છે અને સોમવારે તેમને શિમલા પાછુ ફરવાનુ છે. જાણકારી અનુસાર તા.18 ડિસેમ્બરે હિમાચલનાં મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુક્ખૂનું સેમ્પલ લેવામાં આવ્યુ હતુ. ત્યારબાદ મોડી સાંજે તેમનો રિપોર્ટ આવ્યો છે, જેમાં તેઓ પોઝિટિવ આવ્યા છે. તેમના ગળામાં ખારાશની તકલીફ હતી. હિમાચલના મુખ્યમંત્રી દિલ્હીનાં પ્રવાસે છે. આ દરમિયાન તેઓ રાજસ્થાનમાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં પણ સામેલ થયા હતા. બાદમાં ત્યાંથી દિલ્હી પાછા ફર્યા હતા.
દિલ્હીમાં સુક્ખૂએ બે દિવસમાં કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિત અમુક પાર્ટી નેતાઓ સાથે મુલાકાત કરી અને સાથે જ હિમાચલ કેબિનેટની રચનાને લઈને પણ મંથન કર્યુ. હિમાચલના મુખ્યમંત્રી સુક્ખૂનું સોમવારે પીએમ મોદી સાથે મુલાકાતનું આયોજન હતુ. આ માટે પીએમઓ સાથે મુલાકાતનો સમય માગ્યો હતો પરંતુ હવે મુખ્યમંત્રી કોરોના પોઝિટિવ થઈ ગયા છે અને હવે પીએમ મોદી સાથે સીએમની મુલાકાત થઈ શકશે નહીં. સાથે જ એ વાત પર પણ શંકા છે કે સીએમ શિમલા પાછા ફરશે કે દિલ્હીમાં જ રહેશે. જોકે, એવુ જણાવાઈ રહ્યુ છે કે તેઓ દિલ્હીમાં જ હિમાચલ સદનમાં ત્રણ દિવસ માટે ક્વોરન્ટાઈન રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application