હાઇવે ના બેખોફ તસ્કરો વધતા જઈ રહ્યા છે. નેશનલ હાઇવે ભારતની લાઈફ લાઈન માનવામાં આવે છે. હજારો વાહનો નેશનલ હાઇવે પરથી પસાર થતા હોય છે. પરંતુ ગુજરાતના આજ હાઇવે પર ચોર ટોળકી સક્રિય છે. આવી જ એક સાતીર ચોર ટોળકીને સુરત ગ્રામ્ય પોલીસે ઝડપી પાડી,ચોરી કરવાના નેટવર્ક ને ખુલ્લું પાડ્યું છે.
હાઇવેના સાતીર ચોર બેનકાબ
બી. ડી. શાહ એલ.સી.બી પી.આઈએ કહ્યું કે,સુરત ગ્રામ્ય એલ. સી.બી પોલીસના જપ્તામાં ઉભેલી ટોળકી છેલ્લા કેટલા સમયથી સક્રિય હતી. કંપનીમાંથી પામ ઓઇલ અને લોખંડના સળિયા લઈને નીકળતા વાહન ડ્રાયવર -ક્લિનર સાથે મળી વાહનોમાંથી ચોરી કરતા હતા. ચોરેલો માલ આ ટોળકી વેચી દેતી હતી.જોકે આ વખતે વધુ એક ચોરીને અંજામ આપે ત્યાં સુધીમાં ચોરો ના કોલર સુધી સુરત ગ્રામ્ય પોલીસ પોહચી ગઈ અને 81.59 લાખના મુદામાલ સાથે 9 આરોપી ને ઝડપી પાડી જેલ ભેગા કરી દીધા છે.
આરોપીઓ ટ્રક,ટેન્કર ચાલકોના સંપર્ક રહે છે અને જયારે કિંમતી સામાન ભરી આ વાહનો સુરત ગ્રામ્ય વિસ્તારમાં આવે ત્યારે વાહનોમાંથી થોડો થોડો કિંમતી સામાન ડ્રાયવર- ક્લિનર સાથે મળી કાઢી લેતા હોય છે અને ત્યારબાદ બજારમાં તેને વેચી દેતા હતા.
પામ ઓઇલના ચોરેલા 315 ડબ્બાઓ, 2 બોલેરો પીકપ, 2 ટેન્કર, ટેમ્પો, 810 પતરાના ખાલી ડબ્બા, ડોલ, ગરણી, ઇલેક્ટ્રિક વજન કાંટા, ખાલી બેરલ, મોબાઈલ, રોકડા મળી 81.59 મુદામાલ કબ્જે કર્યા હતા.આ ચોર ટોળકી એ પલસાણા પોલીસની હડમાં લોખંડ ના સળિયા અને પામ ઓઇલ ની ચોરી કરી હતી. સુરત ગ્રામ્ય પોલીસને જ્યારે બાતમી મળી તો તાબડતોડ બાતમી વાળી જગ્યા પર રેડ કરી તો સ્થળ પરથી પામ ઓઇલના ખાલી અને ભરેલા ડબ્બા મળી આવ્યા હતા.
ચોરેલા લોખંડ ના સળિયા પણ મળી આવ્યા હતા. પોલીસે ચોરીના ધંધામાં સડોવાયેલા 9 આરોપીને ઝડપ પાડ્યા છે અને બેને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ કરી રહ્યા છે. ચોરીનો માસ્ટર માઈન્ડ મુખ્ય આરોપી પરવેઝ ઉર્ફ બશીર પઠાણ, ટેન્કરનો ચાલાક હરેશ આહીર, ગોડાઉન હેન્ડલિંગ કરનાર ટીકમસિંહ ઉર્ફ ગિરધારી સિંહ રાજપૂત સાથે નવ આરોપી ને પોલીસે ઝડપી પાદયા છે જયારે ચોરીમાં સંડોવાયેલા આરોપીને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ પોલીસ કરી રહી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500