Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વલસાડ જિલ્લા પંચાયતનાં આરોગ્ય શાખાનાં કર્મચારીઓને ઉચ્ચત્તર પગાર ધોરણનાં હુકમનું વિતરણ કરાયું

  • May 31, 2023 

વલસાડ જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાનીના અધ્યક્ષ સ્થાને વલસાડ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા (જુની મેડીકલ કોલેજ બિલ્ડીંગ) ખાતે આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા ફિમેલ હેલ્થ સુપરવાઇઝર, મલ્ટી હેલ્થ સુપરવાઇઝર, ફાર્માસિસ્ટ, લેબ ટેકનિશિયન, વોર્ડબોય, વોર્ડ આયા તેમજ નિવૃત થયેલા કર્મચારીઓને સરકાર તરફથી મળવાપાત્ર ઉચ્ચત્તર પગાર ધોરણ હુકમ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.



જેમાં કુલ-૭૩ કર્મચારીઓને ઉચ્ચત્તર પગાર ધોરણ હુકમ વિતરણ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ કામગીરી કરનાર તાલુકા હેલ્થ ઓફિસરોને તથા ઉચ્ચત્તર પગાર ધોરણ હુકમની સારી કામગીરી કરનાર કર્મચારીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. જિલ્લામાં કુલ-૪૪ ફિમેલ હેલ્થ સુપરવાઇઝર, ૧૪- મલ્ટી હેલ્થ સુપરવાઈઝર, ૦૧ ફાર્માસિસ્ટ, ૦૨-લેબ ટેકનિશિયન, ૧૦ વોર્ડબોય અને વોર્ડ આયા તથા ૦૨-નિવૃત થયેલા કર્મચારી મળી કુલ-૭૩ કર્મચારીઓને ઉચ્ચત્તર પગાર ધોરણ હુકમ વિતરણ કરવામાં આવ્યા હતા.



આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી મનિષ ગુરવાની તરફથી આ કામગીરી કરવા માટે માર્ગદર્શન પુરું પાડવામાં આવ્યુ હતું. ખુબ જ ટુંકા સમયમાં આ કામગીરી સુપેરે પાર પાડવા બદલ આરોગ્ય વિભાગની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.કિરણ પટેલે બાકી રહેતા કર્મચારીઓના પડતર પ્રશ્નોનું સત્વરે નિરાકરણ લાવવા માટે જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application