મુંબઇમાં આગામી ત્રણ દિવસ એટલે કે તારીખ 16, 17, અને 18 નાંરોજ મોટી ભરતીને કારણે દરિયામાં ઉંચા મોજા ઉછળવાના હોવાથી લોકોને સમુદ્ર તટથી દૂર રહેવાની મહાપાલિકાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે ચેતવણી ઉચ્ચારી છે. મોટી ભરતી વખતે મૂશળધાર વરસાદ પડશે તો શહેરમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાશે એવું અનુમાન છે.
બીએમસીની સત્તાવાર યાદીમાં જણાવાયા મુજબ, જૂન મહિનામાં 13મી તારીખથી હાઇટાઇડની શરૂઆત થઇ છે અને તા.16મી જૂને બપોરે 1.35 વાગ્યે, 17મી જૂને બપોરે 2.25 વાગ્યે અને 18મી જૂને બપોરે 3.16 વાગ્યે હાઇ-ટાઇડને લીધે દરિયામાં 12 થી 1 ફૂટ ઉંચા મોજા ઉછળશે એવું અનુમાન છે. જુલાઇમાં 13, 14, 15, 16, 17 અને 18 તારીખે મોટી ભરતી આવશે.
ઓગસ્ટમાં 11મી 12મી, 13મી, 14 મી અને 15મી ઓગસ્ટે હાઇ-ટાઇડ હશે. સપ્ટેમ્બરમાં 9મી, 10મી, 11મી, 12મી અને 13મી તારીખે હાઇ-ટાઇડ રહેશે. આમ આ ચોમાસા દરમિયાન 21 દિવસ દરિયામાં મોટી ભરતીને કારણે લોકોને તકેદારી લેવાની સૂચના આપવામાં આવી છે. જો મોટી ભરતી વખતે જ મૂશળધાર વરસાદ તૂટી પડશે તો જળબંબાકાર સ્થિતિ તિવારી નહી શકાય.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500