Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે અમદાવાદ પોલીસનો હાઇટેક બંદોબસ્ત

  • July 06, 2024 

ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે અમદાવાદ પોલીસે રૂટિન વ્યવસ્થાની સાથે અત્યાર સુધીનો સૌથી હાઇટેક બંદોબસ્ત ગોઠવ્યો છે. જેમાં CCTV સર્વલન્સની સાથે પબ્લિક એડ્રેસીંગ સિસ્ટમ, ઇમરજન્સી કોલ બોક્સ, ફેસ રીક્ગનાઇઝ સિસ્ટમ, ભીડમાં લોકોની સંખ્યાની ગણવા અને શંકાસ્પદ પ્રવૃતિ પર નજર રાખવા માટેની વિડીયો સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેથી રથયાત્રામાં તમામ બાબતો પણ જીણવટભરી નજર રાખી શકાશે.


ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રામાં કાયદો અને વ્યવસ્થા અનુસંધાનમાં અમદાવાદ પોલીસે તમામ તૈયારી પૂર્ણ કરી છે. જેમાં 125000 જેટલા પોલીસ કર્મીઓ ઉપરાંત, પેરા મીલેટરી ફોર્સ સહિત 24 હજાર જેટલા જવાનો તૈનાત રહેશે. આ સાથે પોલીસે અત્યાર સુધીનો સૌથી હાઇટેક બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. જેમાં 14 લોકેશન પર પોલીસે 46 જેટલા 360 ડીગ્રી મુવમેન્ટ ધરાવતા કેમેરા લગાવ્યા છે.


સાથે રથયાત્રામાં કોઇ જાહેરાત કરવા માટે 11 લોકેશન 22 પબ્લિક એડ્રેસીંગ સિસ્ટમ સેટ કરવામાં આવી છે. તેમજ રથયાત્રામાં શંકાસ્પદ લોકોની ઓળખ ઝડપથી થાય તે માટે 14 સ્થળોએ 21 ફેસ રિક્ગનાઇઝ કેમેરા લગાવાયા છે. આ ઉપરાંત, ઇમરજન્સી કોલ બોક્સ સેટઅપ કરાયા છે. જ્યારે સૌ પ્રથમવાર 14 સ્થળો હાઇટેક વિડીયો કેમેરા લગાવાયા છે. જેની ખાસિયત છે કે આ કેમેરાથી ભીડમાં રહેલા લોકોની સંખ્યા જાણ શકાશે. તેમજ જીપીએસ ટ્રેકર સાથેના 18 વાહનો રથયાત્રા રૂટમાં રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application