બોર્નવિટામાં હાઇ સુગર કન્ટેન્ટ હોવા અંગે એક ફૂડ બ્લોગરે ધ્યાન દોર્યાના કેટલાક અઠવાડિયા બાદ બુધવારે કેન્દ્ર સરકારે બોર્નવિટા બનાવતી કંપની મોન્ડેલેઝ ઇન્ટરનેશનલનો ઉધડો લીધો હતો. બોર્નવિટાને લઇને સર્જાયેલા વિવાદ વચ્ચે નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સે (NCPCR) મોન્ડેલેઝ ઇન્ટરનેશનલને પત્ર પાઠવી લોકોને ગેરમાર્ગે દોરતી તમામ જાહેરાતો તથા પ્રોડક્ટ પેકેજિંગ અને લેબલ્સ પાછા ખેંચવા જણાવ્યું છે અને ઉલ્લંઘન મામલે 7 દિવસમાં વિસ્તૃત ખુલાસો માગ્યો છે.
કમિશને જણાવ્યું કે મોન્ડેલેઝ બોર્નવિટાના પેકેજિંગમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI) અને કન્ઝયુમર પ્રોટેક્શન એક્ટ હેઠળ ફરજિયાત ડિસ્ક્લોઝર્સ દર્શાવવામાં નિષ્ફળ રહી છે. આ પ્રોડક્ટે પેકેજ્ડ ફૂડ માટે ઓવરઓલ ન્યુટ્રિશનલ પ્રોફાઇલના 1/2 સ્ટાર (સાવ ઓછું હેલ્ધી)થી 5 સ્ટાર (સૌથી વધુ હેલ્ધી) સુધી રેટિંગ આપતી ઇન્ડિયન ન્યુટ્રિશન રેટિંગ (INR) સિસ્ટમનો ભંગ કરે છે. બોર્નવિટામાં રહેલું માલ્ટોડેક્સટ્રિન કે લિક્વિડ ગ્લુકોઝ એડેડ સુગર તરીકે લેબલ્ડ નથી અને ટોટલ એનર્જીના 10 ટકાથી વધુ એડેડ સુગર કન્ટેન્ટ વેલ્યૂ ધરાવતી પ્રોડક્ટ્સ માટે ફરજિયાત રેડ-કોડિંગ પણ આ પ્રોડક્ટ ધરાવતી નથી. ઉલ્લંઘનો કે ભ્રામક જાહેરાતો બદલ FSSAI દ્વારા 10 લાખ રૂ.નો દંડ થઇ શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application