ગેંગસ્ટર રાજેન્દ્ર સદાશિવ નિખાલજે ઉર્ફે છોટા રાજનને 26 વર્ષ જૂના હાઈ પ્રોફાઈલ મર્ડર કેસમાં પુરાવાના અભાવે સીબીઆઈ (સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન)ની એક વિશેષ કોર્ટે નિર્દોષ જાહેર કર્યો છે.મુંબઈના ટ્રેડ યુનિયનના નેતા ડોક્ટર દત્તા સામંતની હત્યાના હાઈ પ્રોફાઈલ સંબંધિત હતો. ડોક્ટર દત્તાની હત્યા 1997માં ગોળી મારીને કરવામાં આવી હતી. હત્યાનું ષડયંત્ર રચવાનો છોટા રાજન પર આરોપ મૂકવામાં આવ્યો હતો. આ કેસમાં વિશેષ સીબીઆઈ કોર્ટના ન્યાયાધીશ એમએમ પાટીલે પુરાવાના અભાવે રાજનને આ હત્યાના સંબંધમાં તમામ આરોપોમાંથી મુક્તિ આપી છે.
16 જાન્યુઆરી, 1997માં પદ્માવતી રોડ પર ચાર લોકોએ ડો. સામંતની ગોળી મારીને હત્યા કરી હતી, જ્યારે તેઓ પોતાની જીપમાં પવઈથી ઘાટકોપરના પંતનગર જઈ રહ્યો હતો. એ જ વખતે પદ્માવતી રોડ ખાતેના નરેશ જનરલ સ્ટોર નજીક મોટરસાઈકલ પર આવેલા ચાર હુમલાખોરોએ સામંતની જીપને રોકી હતી અને 17 ગોળી મારી હતી. ફાયરિંગના આ બનાવમાં ગોળી તેમના ચહેરા અને ગરદન પર વાગી હતી. ત્યારબાદ તેમને નજીકના અનિકેત નર્સિંગ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
ઘટના પછી ડો. સામંતના ડ્રાઈવર ભીમરાવ સોનકાંબલીની ફરિયાદના આધારે સાકીનાકા પોલીસ સ્ટેશનમાં ચાર અજાણ્યા હુમલાખોર સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. આ કિસ્સામાં સૌથી પહેલા અમુક સ્થાનિક લોકો પર કેસ ચલાવવામાં આવ્યો હતો અને જુલાઈ 2000માં ચુકાદો આપ્યો હતો. રાજનની સામે એક અન્ય ગેંગસ્ટર ગુરુ સાટમ અને રાજનના વિશ્વાસુ રોહિત વર્માને ફરાર બતાવ્યો હતો અને એના પર અલગથી કેસ કરવામાં આવ્યો હતો.ઓક્ટોબર, 2015માં ઈન્ડોનેશિયાના બાલીમાંથી છોટા રાજનની ધરપકડ કરવામાં આવી હતી, ત્યારબાદ સીબીઆઈએ તેની સામે નોંધવામાં આવેલા તમામ કેસ પોતાના હસ્તક લીધા હતા અને ડો. સામંતની હત્યાના કિસ્સામાં રાજન પર કેસ ચલાવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500