Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લા યુવા વિકાસ અધિકારી વિરુદ્ધ ઉચ્ચસ્તરીય ફરિયાદ, કલા મહોત્સવ-શિબિરો અને સાંસ્કૃતિક કાર્યક્રમો પાછળ કરવામાં આવેલ ખર્ચની તપાસ કરવાની કરી માંગ

  • December 28, 2021 


તાપી જિલ્લામાં જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરીના નામે પ્રતિ વર્ષ મસમોટી ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે. જે ગ્રાન્ટની રકમ અનુસુચિત જાતિના ૧૫ થી ૩૫ વર્ષના યુવક-યુવતીઓ માટે વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરના આયોજન-સંચાલન,શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસ, નેતૃત્વ તાલીમ શિબિર, યુવા ઉત્સવની વિવિધ સ્પર્ધાઓ યોજવા તેમજ સાંસ્કૃતિક વારસાનું જતન થાય તેમજ પરંપરાગત લોકસાંસ્કૃતિક કલા વરસો લોકો સુધી પહોંચાડવા માટે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવા માટે સરકાર દ્વારા નિયમિતપણે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. જોકે ગ્રાન્ટનો સદઉપયોગ કરવાને બદલે અધિકારીઓ માત્ર કાગળો પર કામગીરી બતાવી ગ્રાન્ટની રકમ બરોબાર ઓહિયા કરી જતા હોય છે. તેમાં શંકાને કોઈ સ્થાન નથી.


તાપી જિલ્લાની કચેરીના અધિકારીઓની સીધી દેખરેખમાં યોજાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમો, કલા મહોત્સવ,શિબિરો પાછળ કરવામાં આવેલ ખર્ચની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવે તેમજ ઈજારદારોને આપવામાં આવેલ કામો વર્કઓર્ડરથી વિપરીત કરવામાં આવ્યા હોવાની ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અહીની કચેરી માટે સરકાર દ્વારા ફાળવેલ રકમ માંથી સ્પર્ધા માટે ભોજન ખર્ચ,શિબિરાર્થીઓ/તજજ્ઞોનો પ્રવાસ ખર્ચ, તજજ્ઞોનો દૈનિક ખર્ચ તથા નિવાસ, સ્ટેશનરી જેવા  આનુસાંગિક ખર્ચ સહિતની કામગીરી પર બારીકાઇથી તપાસ કરવાની માંગ તેમજ અહીના કચેરીના અધિકારીએ શિબિરો પાછળ ખર્ચ કરવાના બદલે કાગળો પર કામગીરી બતાવી મોટાપાયે ગેરરીતિઓ આચરી હોવાનું જણાવ્યું છે.જોકે હવે આ સમગ્ર બાબતે એક જાગ્રત નાગરિક દ્વારા ઉચ્ચસ્તરીય ફરિયાદ કરી જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા કરવામાં આવેલ કામગીરીની તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. 





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application