પતિ ગુમ થઇ ગયો હોવાથી એક છૂટાછેડા લીધેલી મહિલાએ પોતાના પિતાની સંપત્તિમાંથી ભરણપોષણ મેળવવા માટે દિલ્હી હાઇકોર્ટમાં અપીલ કરી હતી. જોકે હાઇકોર્ટે સ્પષ્ટતા કરી હતી કે અપરણીત પુત્રી પોતાના પિતાની સંપત્તિમાં હક ધરાવે છે પણ છૂટાછેડા લીધેલી પુત્રી હિન્દુ દત્તક અને ભરણપોષણ કાયદા હેઠળ પિતા કે માતા કે ભાઇ પાસેથી ભરણપોષણ મેળવવાને હકદાર નથી. દિલ્હી હાઇકોર્ટના ન્યાયાધીશ સુરેશ કુમાર કૈત અને ન્યાયાધીશ નીના બંસલની બેંચ દ્વારા આ ચુકાદો આપવામાં આવ્યો હતો. જેમાં કોર્ટે અવલોકન કર્યું હતું કે, હિન્દુ દત્તક અને ભરણપોષણ કાયદાની કલમ ૨૧ હેઠળ સગા સંબંધીઓની નવ કેટેગરી દર્શાવવામાં આવી છે. કે જેઓ આ કાયદા હેઠળ ભોરણપોષણ મેળવવાને હકદાર ગણાય છે.
જોકે આ યાદીમાં છૂટાછેડા લીધેલી પુત્રીનો સમાવેશ નથી કરવામાં આવ્યો. આ યાદીમાં અપરણીત કે વિધવા પુત્રીનો સમાવેશ કરાયો છે કે જે આ કાયદા હેઠળ મૃતકની સંપત્તિમાંથી ભરણપોષણ માગી શકે છે. જોકે છૂટાછેડા લીધેલી પુત્રીનો સમાવેશ યાદીમાં ન હોવાથી તેને આ અધિકાર નથી આપવામાં આવ્યો. એક છૂટાછેડા લીધેલી મહિલાએ પોતાના ભાઇ અને માતાની પાસેથી ભરણપોષણની માગણી કરતી અરજી ફેમેલી કોર્ટમાં કરી હતી. જોકે ફેમેલી કોર્ટે તેની આ અરજી ફગાવી દેતા તેને બાદમાં હાઇકોર્ટમાં પડકારતી અપીલ કરાઇ હતી. મહિલાએ કોર્ટમાં એવી દલીલ કરી હતી કે મારા છૂટાછેડા લીધેલા પૂર્વ પતિ ક્યાં છે તેની મને કોઇ જ જાણકારી નથી તેથી તેની પાસેથી ભરણપોષણ મેળવી શકું તેમ નથી. આ સ્થિતિમાં હું મારા માતા પિતાની સંપત્તિમાંથી ભરણપોષણની માંગ કરી રહી છું. હાઇકોર્ટે અવલોકન કરતા કહ્યું હતું કે, હિન્દુ દત્તક ભરણપોષણ કાયદામાં ભરણપોષણ માટે જે વ્યાખ્યા કરવામાં આવી છે તે મુજબ અરજદાર મહિલા કોઇ પર નિર્ભર નથી. અને તેથી તે પિતાની સંપત્તિમાંથી ભરણપોષણ મેળવવાને હકદાર નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application