Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મુંબઇ નજીક ઉરણમાં ન્હાવાશેવા બંદર પરથી કરોડો રૂપિયાનો હેરોઇનનો જથ્થો ઝડપાયો

  • September 22, 2022 

મુંબઇ નજીક ઉરણમાં ન્હાવાશેવા બંદરે દિલ્હી પોલીસની સ્પેશિયલ ટીમે દરોડા પાડી કન્ટેનરમાંથી અંદાજે રૂપિયા 1725 કરોડની કિંમતનો 345 કિગ્રા હેરોઇનનો જંગી જથ્થો કબ્જે કરતા ચકચાર મચી હતી. દિલ્હી પોલીસની અત્યાર સુધીની આ સૌથી મોટી કાર્યવાહી માનવામાં આવે છે. થોડા દિવસ અગાઉ અફઘાનિસ્તાનના બે નાગરિકની ધરપકડ બાદ આ કન્ટેનરની માહિતી મળી હતી. પોલીસની કાર્યવાહી દરમિયાન બાવીસ ટનથી વધુ હેરોઇન મળી આવ્યું હતું.




દિલ્હી પોલીસે ગત ત્રીજી સપ્ટેમ્બરે કાલિંદી કુંજ પરિસરમાંથી અફઘાનિસ્તાનનાં નાગરિકો મુસ્તફા સ્ટાનિક્ઝાઈ તતા રહિમુલ્લા રહિમીને પકડયા હતા. તેમણે પૂછપરછ દરમિયાન નશીલા પદાર્થની માહિતી આપી હતી. તેમણે આપેલી માહિતીના આધારે જેના આધારે ગ્રેટર નોએડા અને લખનઉમાંથી રૂપિયા1200 કરોડનું ડ્રગ્સ કબજે કરવામાં આવ્યું હતું. તેમાં 312 કિગ્રા મેથામ્ફેટામાઈન તથા 10 કિગ્રા ઉચ્ચ ગુણવત્તાના અફઘાની હેરોઈનનો સમાવેશ થતો હતો.




ત્યારબાદ બંનેએ વધુ ચોંકાવનારી કબૂલાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, મુંબઈ નજીક ન્હાવાશેવા બંદરે કન્ટેનરમાં હેરોઇન સંઘરવામાં આવ્યું છે. દિલ્હી પોલીસની વિશેષ ટીમ બંને આરોપીઓને લઇને ન્હાવાશેવા બંદરે આવી હતી. અહીં કન્ટેનરમાં લિકોરાઇસ કોટેડ બાવીસ ટન હેરોઇન મળ્યું હતું. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં એની કિંમત આશરે રૂપિયા 1725 કરોડ છે. આ કન્ટેનરમાં લિકોરાઈસની 17 બેગમાં હેરોઈન લપેટવામાં આવ્યું હતું.




એક કિગ્રા લિકોરાઈસ સાથે 350થી 400 ગ્રામ હેરોઈન લપેટવામાં આવ્યું હતું. સમગ્ર કન્સાઈનમેન્ટનું કુલ વજન 20,000 કિલો ગ્રામ હતું. તપાસમાં ખબર પડી હતી કે, આ સમગ્ર કન્સાઈનમેન્ટનું સંપૂર્ણ ચેકિંગ અગાઉ થયું હતું. એ વખતે તેમાં મુકેલી બેગ્સને નુકસાન થયું હતું અને લિકોરાઈસના મૂળિયાં સમગ્ર કન્ટેઈનરમાં ઠેર ઠેર ફેલાઈ ગયાં હતાં. પોલીસે 20,000 કિલો કન્સાઈનમેન્ટમાં લિકોરાઈસનાં આવાં દરેકે દરેક સ્ટીકની તપાસ કરી હતી. તેમાંથી અમુક સ્ટીકનો રંગ અન્ય સ્ટીક કરતાં વધારે ઘેરો જણાયો હતો. આખરે આવી તમામ ઘેરી સ્ટીકમાં હેરોઈન લપેટાયેલું હોવાનો ખ્યાલ આવ્યો હતો. અહીં કન્ટેનરમાં મોટા પ્રમાણમાં હેરોઇન હોવા છતાં નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો કે DRને ખબર પડી નહોતી.




એજન્સીઓની આંખમાં ધૂળ નાખવા માટે કન્સાઈન્મેન્ટને અફઘાનિસ્તાનથી પડોશી દેશમાં અને ત્યાંથી મધ્યપૂર્વના જુદા-જુદા દેશોમાં લઈ જવાયું હતું. તે પછી કેટલીક માન્ય આયાતી ચીજો સાથે તેને જેએનપીટી ખાતે લાવવામાં આવ્યું હતું. આ કન્સાઈનમેન્ટનો જથ્થો મધ્ય પ્રદેશ, પંજાબ, હરિયાણા અને અન્ય રાજ્યોની કામચલાઉ ફેક્ટરીઓમાં મોકલવાનો હતો અને તેમાંથી વધુ એક્સ્ટ્રેક્શન અને પ્રોસેસિંગ દ્વારા ફાઈનલ પ્રોડક્ટ તરીકે હેરોઈન મેળવવાનો પ્લાન હતો એમ જણાય છે.




સ્પેશિયલ પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, આ કાર્યવાહીથી સ્પષ્ટ થાય છે કે નાર્કો ટેરર આપણા દેશને કેવી પદ્ધતિથી અસર કરી રહ્યો છે. દેશમાં ડ્રગ્સ લાવવા માટે વિવિધ રીતે આંતરરાષ્ટ્રીય  પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તે પણ સ્પષ્ટ થઇ રહ્યું છે. દિલ્હી પોલીસનાં DCP પ્રમોદ કુશવાહાનાં નૈતૃત્વમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. તેમની ટીમમાં એસીપી લલિત મોહન નેગી, હૃદય ભૂષણ, પોલીસ ઇન્સ્પેક્ટર વિનોદ બડોલાનો સમાવેશ હતો. આ ટીમે વર્ષ 2020-21માં સૌથી વધુ ઓપરેશન હાથ ધરી નશીલા પદાર્થ જપ્ત કર્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application