Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુબિર તાલુકાનાં પીપલદહાડ અને ગારખડી ખાતે હિપેટાઇટિસ વિકની ઉજવણી કરાઈ

  • August 01, 2023 

હિપેટાઇટિસ વિકની ચાલી રહેલી ઉજવણીના ભાગરૂપે સુબીર તાલુકાના પીપલદહાડ અને ગારખડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં હિપેટાઇટિસ તથા એચ.આઇ.વી. (એઇડ્સ) વિશે જનજાગૃતિ તથા હેલ્થ કેમ્પ અને ICE સાહિત્યનું વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-પીપલદહાડ ખાતે DTO (જિલ્લા ક્ષય અઘિકારી) ડો.ભાર્ગવ દવે અને STLS સુનિલભાઈ જાધવ, STS દેવેન્દ્ર ભગરિયા દ્વારા હિપેટાઇટિસ, એઇડ્સ, અને ટીબી વિષે PHC સ્ટાફ/આશા બેનોને સમજણ આપવામાં આવી હતી.



આયુષ મેડિકલ ઓફિસર ડૉ.સ્નેહા ગામીત દ્વારા નિયમિત સગર્ભા માતાની તપાસનું મહત્વ આશા બહેનોને સમજાવાયુ હતું. તે જ રીતે, ગારખડી ખાતે જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.હિમાંશુ ગામીતના માર્ગદર્શન હેઠળ મમતા સંદર્ભ (ANC તપાસ) કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સમાવિષ્ટ ગામોની સગર્ભા બહેનોની તપાસ કરવામાં આવી હતી. આ સાથે હિપેટાઇટિસ બી ટેસ્ટ, HIV ટેસ્ટ, સિકલસેલ ટેસ્ટ તેમજ હિમોગ્લોબીન ટેસ્ટ જેવા વિવિધ ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સગર્ભા બહેનોને પોષણ આહાર બાબતે યોગ્ય માર્ગદર્શન આપવા સાથે, હિપેટાઇટિસ બી screening અને રસીકરણ માટે સમજ આપવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application