કામરેજ પોલિસ સ્ટેશનના જણાવ્યા અનુસાર તા.૧૭/૦૨/૨૦૨૧ ના રોજ રહે.રૂમ નં.૧૩૪, શ્યામ રેસિડેન્સી, વેલંજા ગામમાં રહેતા (મૂળ વતન:રૂપાવારી, તા:મહુવા, જિ:ભાવનગર) અશોકભાઈ ગજેરાના ૧૯ વર્ષીય પુત્રી હેમાંશીબેન કોઈને કઈ પણ કહ્યા વગર ક્યાંક ચાલ્યા ગયા છે.
તેઓ શરીરે મધ્યમ બાંધાના, રંગે ઘઉં વર્ણના, ઉંચાઇ ૫.૦ ફુટ છે. તેમણે શરીરે ગુલાબી કલરનું ટી-શર્ટ તથા કાળા કલરનું જીન્સ પેન્ટ પહેર્યું છે. જે કોઈને ભાળ મળે તેમણે નજીકના પોલીસ સ્ટેશન અથવા કામરેજ પોલિસ સ્ટેશનનો સંપર્ક કરવા વિનંતી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500