પંજાબમાં એક કેશ મેનેજમેન્ટ કંપનીની ઓફિસમાંથી સાત કરોડ રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી છે. મોડી રાત્રે ૧.૩૦ વાગ્યે કંપનીની લુધિયાણા સ્થિત ઓફિસમાં ૧૦ જેટલા લૂંટારા ત્રાટક્યા હતા. અને કંપનીના સુરક્ષા ગાર્ડને કાબુમાં કરીને સાત કરોડ રૂપિયા લૂંટીને કંપનીની જ એક વેનમાં ભાગી ગયા હતા. જે વાહનમાં પૈસા લઇને લુંટારૂઓ ભાગ્યા હતા તેને પોલીસે શોધી કાઢી છે.
લુધિયાણા પોલીસ કમિશનર મનદીપસિંહે આ અંગેની જાણકારી આપતા કહ્યું હતું કે કેશ કરન્સી ચેસ્ટમાં નહોતા રાખવામાં આવ્યા પણ બહાર રખાયા હતા. આ સમગ્ર લૂંટ સીએમએસ સિક્યોરિટી નામની કંપનીને ત્યાં થઇ છે. લુંટારૂઓ લૂંટ ચલાવવા આવ્યા ત્યારે ત્યાં સુરક્ષા ગાર્ડ પણ હતા. પોલીસના જણાવ્યા અનુસાર જ્યારે આ ઘટના બની ત્યારે ૧૬ કેશ વેન પણ પાર્કિંગ સાઇડ પર પડી હતી. પાંચમાંથી બે સિક્યોરિટી ગાર્ડ પાસે હથિયાર પણ હતા. લુટારૂઓ કંપનીની ઓફિસમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના ડીવીઆર (ડિજિટલ વીડિયો રેકોર્ડર) પણ પોતાની સાથે લઇ ગયા હતા. જ્યારે પૈસા અને ડીવીઆર લઇને કંપનીની જ વેનમાં ભાગી ગયા હતા. આ વેન બાદમાં મુલ્લાનપુરમાંથી મળી આવી હતી, જેમાંથી બે હથિયારો પણ મળી આવ્યા છે. હાલ લુંટારૂઓને પકડવા માટે એન્ટિ-ગેંગસ્ટર ટાસ્ક ફોર્સ અને કાઉન્ટર ઇન્ટેલિજન્સ, પોલીસ સહિતનો વિભાગ સક્રીય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application