Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મહારાષ્ટ્રમાં આગામી ચાર દિવસ તોફાની પવન સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

  • August 04, 2022 

હવામાન ખાતાએ એવો સંકેત આપ્યો છે કે, મુંબઇ સહિત મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં મેઘરાજાની સવારી ફરીથી આવી રહી છે.  આજે  વહેલી સવારે મુંબઇનાં પૂર્વનાં અને પશ્ચિમનાં પરાંમાં વરસાદી માહોલ સર્જાયો હતો. અમુક પરાંમાં તો ટ્રાફિક સમસ્યા પણ સર્જાઇ હોવાના સમાચાર મળે છે. બીજીબાજુ હવામાન ખાતાએ આવતા ચાર દિવસ (4, 5, 6, અને 7 ઓગસ્ટ) દરમિયાન કોંકણ, મધ્યમહારાષ્ટ્ર, મરાઠવાડા, વિદર્ભમાંન મેઘગર્જના, વીજળીના પ્રચંડ કડાકા, તોફાની પવન સાથે ભારેથી અતિ ભારે વરસાદ વરસે તેવાં કુદરતી પરિબળો ઘુમરાઇ રહ્યાં છે.




જયારે ખાસ કરીને તારીખ 6 અને 7 ઓગસ્ટે મુંબઇ, થાણે, પાલઘરમાં ભારે વર્ષા (યલો એલર્ટ) થાય તેવી શક્યતા છે. મુંબઇમાં આવતા 48 કલાક દરમિયાન આકાશ વાદળિયું રહે અને શહેર-પરાંમાં મધ્યમ સ્તરની વર્ષા  થાય તેવી સંભાવના છે. જોકે 4, 5, 6, અને 7 ઓગસ્ટ દરમિયાન કોંકણનાં રાયગઢ, રત્નાગિરિ, સિંધુદુર્ગમાં ભારેથી અતિ ભારે વર્ષા (યલો-ઓરેન્જ એલર્ટ), મધ્ય મહારાષ્ટ્રનાં નાશિક, પુણે, જળગાંવ, અહમદનગર, કોલ્હાપુર, સતારામાં ગાજવીજ, તીવ્ર પવન સાથે ઘાટ પ્રદેશોમાં મુશળધાર વર્ષા (યલો એલર્ટ), મરાઠવાડાનાં જાલના, પરભણી, બીડ, હિંગોળી, લાતુર, નાંદેડમાં અને વિદર્ભનાં અકોલા, અમરાવતી, ભંડારા, બુલઢાણા, ચંદ્રપુર, ગઢચિરોળી, નાગપુર, વર્ધા, વાશીમ, યવતમાળમાં પણ ભારે ગાજવીજ, તીવ્ર પવન સાથે અમુક સ્થળોએ મુશળધાર વરસાદ (યલો એલર્ટ) વરસે તેવાં કુદરતી પરિબળો ઘુમરાઇ રહ્યાં છે.




આજે કોલાબામાં મહત્તમ તાપમાન 30.3 અને લઘુત્તમ તાપમાન 25.6 ડિગ્રી જ્યારે સાંતાક્રૂઝમાં મહત્તમ તાપમાન 30.8 અને લઘુત્તમ તાપમાન 25.0 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આજે દક્ષિણ કોંકણનાં સુધાગઢ પાલીમાં 50 મિલિમીટર, જવ્હાર-50, અંબરનાથ-40, માલવણ-30, દેવગઢ-30, મધ્ય મહારાષ્ટ્રનાં પેઠ-30, ઇગતપુરી-20, લોનાવલા-1 મિલિમીટર વરસાદ વરસ્યો હોવાના સમાચાર મળે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application