Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Rain Update : રાજ્યમાં આગામી ચાર દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

  • August 01, 2024 

અમદાવાદમાં છેલ્લા ત્રણ દિવસથી છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે. બુધવારે અમદાવાદ કેટલાક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો, ત્યારે આજે બપોર બાદ ફરી ભારે પવન સાથે વરસાદ થરૂ થયો છે. અમદાવાદના પ્રહલાદનગર, મકરબા, થલતેજ, પકવાન ચાર રસ્તા, ગુજરાત હાઇકોર્ટ, ગોતા, સોલા સહિતના એસજી હાઇવે પર વરસાદ ખાબક્યો છે. વરસાદના પગલે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. બીજી તરફ, હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે શહેરના મોટાભાગના વિસ્તારોમાં ધમધોકાર વરસાદ વરસી રહ્યો છે.


જેમાં પ્રહલાદનગર, મકરબા, થલતેજ, પકવાન ચાર રસ્તા, ગુજરાત હાઇકોર્ટ, ગોતા, સોલા સહિતના એસજી હાઇવે વિસ્તારોમાં સારો એવો વરસાદ ખાબક્યો છે. આ સાથે વેજલપુર, સાયન્સ સિટી, શીલજ, વૈષ્ણદેવી, શિવરંજની, ચાંદખેડા, ધુમા, બોપલ, આંબલી, જુહાપુરા, શ્યામલ, યુનિવર્સિટી રોડ, ભાડજ, રાણીપ, વાડજ, પંચવટી, મીઠાખળી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. જ્યારે શહેરના પશ્વિમ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. બીજી તરફ, ધોધમાર વરસાદને પગલે પ્રહલાદનગર સહિતના વિસ્તારોમાં પાણી ભરાવવાની સમસ્યા ઉભી થઈ છે.


રાજ્યમાં આગામી ચાર દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, ત્યારે તારીખ 05 ઓગસ્ટ સુધીમાં દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તાર સહિત સૌરાષ્ટના અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદને પગલે ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સુરત, નવસારી, વલસાડ, ડાંગ, ભરૂચ, નર્મદ, ભાવનગર જિલ્લામાં ઓેરેન્જ એલર્ટ અને કચ્છ, બનાસકાંઠા, અમરેલી, ગીર સોમનાથ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.


જ્યારે આજે ભરુચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદી માહોલ રહેશે. રાજ્યમાં આગામી ચાર દિવસ દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, ત્યારે તારીખ 02 દિવસે સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે બનાસકાંઠા, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.


આ સિવાયના 25 જેટલાં જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા નો વોર્નિંગ જાહેર કરવામાં આવ્યું છે. તારીખ 03ના રોજ રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારો સહિત ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સૌથી વધુ વરસાદનું જોર રહેતાં, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, નર્મદા, છોટા ઉદેપુર અને સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે અમરેલી, ગીર સોમનાથ, આણંદ, વડોદરા, પંચમહાલ, સાબરકાંઠા, બનાસકાંઠા જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.


આ સિવાય કચ્છ, પાટણ, મહેસાણા, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, બોટાદ, જૂનાગઢ, ખેડા, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ જિલ્લામાં નો વોર્નિંગ જાહેર કરવામાં આવ્યું છે. જયારે તારીખ 04ના રોજ દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી  હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જ્યારે કચ્છ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાયના 22 જિલ્લામાં હળવાથી મધ્યમ માહોલને પગલે હવામાન વિભાગે નો વોર્નિંગ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ 05 ઓગસ્ટે રાજ્યમાં વરસાદનું જોર ઘટતું જોવા મળશે. જેમાં માત્ર નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે આ સિવાયના 31 જિલ્લામાં વરસાદનું પ્રમાણ નહિવત રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application