દેશનાં ઋતુચક્રમાં ઝડપભેર પરિવર્તન થઇ રહ્યું છે. તેમ કહેતાં હવામાન વિભાગ જણાવે છે કે, વેસ્ટર્ન ડીસ્ટ્રબન્સને લીધે ઉત્તર ભારતનાં પર્વતીય વિસ્તારોમાં છેલ્લાં કેટલાક દીવસથી ભારે હીમવર્ષા થઇ રહી છે. તો મેદાની વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા પણ છે. માટે આગામી 3 દિવસ દરમિયાન જમ્મુ કાશ્મીરથી શરૂ કરી પંજાબ, રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ છત્તીસગઢ ઉત્તર પ્રદેશ અને બિહારમાં સામાન્યથી ભારે વરસાદ પડવા સંભવ છે સાથે ઠંડીનું મોજું પણ ફરી વળવાની શક્યતા છે. આ ઉપરાંત આંદામાન સમુદ્રમાં એક તરફ ચક્રવાત જામવાની શક્યતા છે.
બીજી તરફ વેસ્ટર્ન ડીસ્ટ્રબન્સ વધતાં કેરલ, તમિળનાડુ, કર્ણાટક, દક્ષિણ આંધ્ર પ્રદેશ તથા રાયલ સીમામાં સામાન્યથી ભારે વરસાદની શક્યતા છે. તેમ જ લક્ષદ્વિપ અને આંદામાન નિકોબાર ટાપુઓ ઉપર પણ ભારે વરસાદની સંભાવના છે. IMDનાં અધિકારીઓ વધુમાં જણાવે છે કે, આ વેસ્ટર્ન ડીસ્ટબર્નસને લીધે પશ્ચિમ હિમાલયનાં સમગ્ર મુદ્દામાં સામાન્યથી ભારે વરસાદ થવા તેમજ હિમવર્ષા પણ 8થી 10 ડિસેમ્બર વચ્ચે થવાની સંભાવના છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500